ટંકારાના હડમતિયામાં પ્રાચીન સંસ્કૃતિનો વારસો જાળવી રાખતા બાળકો

- text


ખેલવા કુદવાની ઉંમરમાં સવારમાં વહેલા ઉઠી ભજન -કીર્તન કરી સંસ્કૃતિનો વારસો કેળવે છે

ટંકારા : આજના આધુનિક યુગમાં બાળકોને મોબાઈલ કે ટીવી સિવાય કશું ગમતું નથી ત્યારે ટંકારના હડમતીયા ગામે ખેલવા કુદવાની ઉંમરે બાળકો સંસ્કૃતિનો વારસો જાળવવા ધૂન ભજન જેવી ધાર્મિક પ્રવૃત્તિ રસ લઈને કરી રહ્યા છે.
કોણ કહે છે કે ભારતીય સંસ્કૃતી વિસરાતી જાય છે…? આ રહ્યા ભારતીય સંસ્કૃતીને જીવંત રાખનાર હિરા જડીત રત્નો ટંકારાના હડમતિયામાં નિસ્વાર્થ ભાવે જાહેર સ્થળે ધાર્મિક નાટકો, કોઈના ઘેર કે જાહેર સ્થળે સુંદરકાંડ, ધુન, ભજન કે દિવાળીના પર્વમાં પ્રભાતિયા, રામગરી, જેવી પ્રાચીન ભારતીય સંસ્કૃતીનો વારસો ઉજાગર રાખી અભ્યાસની સાથે સાથે પ્રભુભક્તિ કરતા ફુલની પાંખડી જેવા આ બાળકો કલા વારસો જીવંત રાખે છે.આ બાળકોની કલા અને ભક્તિને નજરે જોનાર પણ મોંમા આંગળા નાખી જાય છે.જેમની ઉંમર હજુ ખેલવા કુદવાની છે તેવા કોમળ ફુલ જેવા બાળકો વહેલા ૪ વાગ્યે પરોઢે ઉઠીને પ્રભુ ભક્તિ અને કલામાં લીન થતા જોઈ આજના માનવને કઈક સંદેશો આપી રહ્યા છે.

- text

અેટલે જ તો જૈન મુનિ હંસબોધિ વિજયજીની આ પંક્તિને અનુસરતા કહેવું પડે છે કે… સાહેબ..!!! “ફક્ત સંપતિ તો માણસને ધનવાન બનાવે છેે, જયારે પ્રભુભક્તિ તો કંકરને પણ શંકર બનાવે છે.” આમ પૈસો જ સર્વસ્વ નહી પણ શ્રી હરિને પામવાનો ઉતમ રસ્તો જો કાઈ હોય તો તે છે પ્રભુભક્તિ…
આજની નવી પેઢીમાં આ કલાને જીવંત રાખતા બાળકોના માતાપિતાને ધન્યવાદ છે કે તેમની કુખે આવા ફુલ જેવા રત્નોઅે જન્મ લઈ ગામની પ્રાચીન પરંપરાને કાયમ રાખશે. સાથે હર્ષની વાત તો અે છે કે હડમતિયાની ધરતી પર ભગવાને આવા બાળકોને માનવ રત્નો સ્વરુપે જન્મ આપેલ છે નહી કે જ્ઞાતિ સ્વરુપે…આ રત્નોમાં પાટીદાર, પ્રજાપતી, વાણંદ, ઠાકોર, રાજપુત, બ્રાહ્મણ, સાધુ તથા અન્ય જ્ઞાતીના બાળકો પ્રભુભક્તિ કરી રહ્યા છે તે આવનાર પેઢી કે ભારતીય સંસ્કૃતીની પરંપરાને જીવંત રાખી સોનાના સુરજ સમાન સાબિત થશે.

- text