બીડી બાક્સ ન આપતા જાનથી મારી નાખવાની ધમકી

ટંકારાના ધુનડા (ખાનપર) ગામે નજીવી બાબતે છ શખ્સોનો આંતક

ટંકારા : ટંકારાના ધુનડા ખાનપર ગામે માથાફરેલ શખ્સે પાનબીડીની દુકાને રોફ જમાવી અહીં બીડી બાક્સ આપીજા કહેતા દુકાનદારે વસ્તુ જોઈતી હોય તો દુકાને આવીને લઈ જવાનું કહેતા છ શખ્સોએ એકસંપ કરીને હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારાના ધુનડા (ખાનપર) ગામે દુકાન ધરાવતા વિપુલભાઇ સવજીભાઇ માલકીયા, ઉ.વ-૨૧ ધંધો- વેપાર રહે-ધુનડા (ખાનપર) તા- ટંકારા જી-મોરબી વાળાને આરોપી ભરત વાઘજી પરમારે બીડી બાકસ આપી જવાનુ કહેતા વિપુલભાઇ સવજીભાઇ માલકીયાએ દુકાને આવી લઈ જવાનું કહેતા આરોપી ચાલ્યો ગયો હતો અને બાદમાં પાંચ અન્યોને બોલાવી ઝઘડો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ મામલે વિપુલભાઇ સવજીભાઇ માલકીયાની ફરિયાદના આધારે ટંકારા પોલીસે આરોપી (૧) ભરતભાઇ વાધજીભાઇ પરમાર (કોળી) રહે-ધુનડા (ખાનપર) (૨) અશ્વીનસિંહ મહીપતસિંહ ઝાલા રહે- મેધપરઝાલા તથા (૩) હેમુભા ઇન્દ્રસિંહ ઝાલા રહે-મેધપર ઝાલા (૪) ઇન્દ્રજીતસિંહ ઝાલા રહે-મેધપર ઝાલા (૫) શકિસીંહ ગજુભા ઝાલા રહે-મેધપર ઝાલા (૬) સહદેવસિંહ ઝાલા રહે મેધપર ઝાલા વિરુદ્ધ ફરિયાદ નોંધી તમામ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.