જો, જો રોકેટ, ઉંદરડી છોડી કોઈની જિંદગી ખરાબ ન કરતા

- text


મોરબી સિરામિક એસોશિએશન પ્રમુખની નગરજનોને આકરી ટકોર

મોરબી : આજે દિવાળીનો તહેવાર છે ત્યારે કેટલાક ટીખળખોરોની આછકલાઈને કારણે લોકોની જિંદગી જોખમમાં મુકાતી હોવાના ભૂતકાળના અનુભવોને ધ્યાને લઇ સિરામિક એસોસિએશન પ્રમુખ નિલેશ જેતપરિયાએ આકરી ટકોર કરી યુવાનોને જેમ ફાવે તેમ રોકેટ ઉંદરડી જેવા ફટાકડા ન ફોડવા અનુરોધ કર્યો છે.

મોરબી સિરામિક એસોશિએશન પ્રમુખ નિલેશભાઈ જેતપરિયાએ જણાવ્યું હતું કે આજે દિવાળી નો પર્વ છે એટલે ઉત્સાહ અને ઉલ્લાસ થી ઉજવણી કરીયે તે બરાબર છે પરંતુ ગત વરસે રવાપર રોડ ઉપર જે રીતે રોકેટ અને ઉંદરડી ને ખુલ્લા છોડી અને ફટાકડા ફોડેલ તે ખરેખર માનવતા મુકી ને રાક્ષસી પ્રવૃતિ કરતા હોય તેવો અહેસાસ બધાને થતો હતો.

- text

પરીણામ સ્વરૂપે એક નાનકડો ખુશખુશાલ પરીવારને આ રોકેટથી મોટરસાયકલમા અકસ્માત થતા એક દીકરી ગંભીર રીતે જીવનમૃત્યુની વચ્ચે ઝોલા ખાવા પડ્યા હતા ત્યારે આપણી બધાની નૈતિક જવાબદારી છે કે આવી પ્રવૃતિ કરનાર ને સખત રીતે ઠપકો આપીને ઘર ભેગા કરવા અને જરૂર પડ્યે પોલીસને જાણ કરવી, આજે રવાપર રોડ ઉપર આવી પ્રવૃતિના થાય તે માટે દરેક યુવા વર્ગને તેઓએ નમ્ર અપીલ કરતા જણાવ્યું હતું કે આપ આવા તોફાન રોડ ઉપર ના કરશો. આપને મજાક મસ્તી કરવી જ હોય તો ગામ થી દુર કરવા ચાલ્યા જશો, આપણને કોઇની જીંદગી દેવાની તાકાત નથી તો કોઇની જીંદગી લેવાનો પણ અધીકાર નથી તો મહેરબાની કરીને આપણે આવી પ્રવૃતીથી દુર રહેશુ. સાથો – સાથ લોકોની સુરક્ષાની જવાબદારી સમજીને વહીવટી તંત્ર અને પોલીસ ડીપાર્ટમેન્ટ આવા કૃત્ય કરનારને રોકી ને તેમને સજા આપે તેવી અમારી લાગણી છે

અંતમાં બધાને દિવાળી તેમજ નવા વર્ષ ની શુભકામનાઓ અને સલામતી સાથે દિવાળી ની ઉજવણી કરીયે તેવી આશા તેઓએ વ્યક્ત કરી હતી.

- text