મોરબીના બેલા ગામે ભાઈબીજે નાટક યોજાશે

મોરબી : મોરબીના બેલા ગામે આગામી તા. 9ને શુક્રવારે ભાઈબીજના અવસરે રાત્રે પટેલ સમાજ વાડી ખાતે પ્રસિદ્ધ નાટક મેવાડી તલવાર મહારાણા પ્રતાપ અને કોમિક નાટક નાથાબાપાનો ઘરસંસાર નાટક ભજવવામાં આવશે, બેલા યુવક મંડળ દ્વારા ભજવવામાં આવનાર આ નાટક જોવા પધારવા બેલા રંગપર ગામ સમસ્તની યાદીમાં જણાવાયું છે.