મોરબીમાં ફટાકડાના કારણે મંડપ સર્વિસના ગોડાઉનમાં ભીષણ આગ, જુઓ વિડિઓ

આદરણા અને શનાળા નજીક કારખાનામાં આગ ની દુર્ઘટના બાદ સામાકાંઠે મંડપ સર્વિસ ગોડાઉન આગની ઝપટમાં અને અન્ય જગ્યાએ પણ ફટાકડા ના કારણે આગ લાગી

મોરબી : મોરબીમાં દિવાળીની રાત્રે ફટાકડા ના કારણે આગ લાગવાના બનાવો સતત બનતા ફાયર વિભાગમાં ભારે દોડધામ મચી હતી આંદરણા ગામ અને શનાળા નજીક કારખાનામાં આગ લાગ્યા બાદ મોરબી ના સામાકાંઠે એક મંડપ સર્વિસના ગોડાઉનમાં તેમજ અનેક જગ્યાએ આગ લાગવાના બનાવ બન્યા હતા જેમાં મંડપ સર્વિસ ગોડાઉન માં આગના કારણે મોટી નુકશાની થઇ હતી.

મોરબીમાં દિવાળીની રાત્રે આગના ચાર જેટલા બનાવો બન્યા હતા. જેમાં આંદરણા ગામે તેમજ શનાળા નજીક પ્લાસ્ટિકની પટ્ટી બનાવતા કારખાનામાં ફટાકડાના કારણે આગ લાગી હતી. ફાયરબ્રિગેડ આ આગ પર કાબૂ મેળવે ત્યાં સુધીમાં ફટાકડાના કારણે મોરબીના સામાકાંઠે ઋષિકેશ વિદ્યાલય ની બાજુમાં ભવાની મંડપ સર્વિસ ના ગોડાઉનમાં આગ લાગી હતી અને થોડી જ વારમાં આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં મંડપ સર્વિસનો તમામ માલ સામાન આગની ઝપટમાં આવી ગયો હતો. મોરબી ફાયર વિભાગે સતત દોડધામ મચાવી આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધર્યા હતા. તેમજ સરસ્વતી સોસાયટી માં પણ આગ લાગવાનો બનાવ બન્યો હતો આમ આજે દિવાળીની રાત્રે મોરબીમાં ફટાકડા કારણે અલગ-અલગ ચારથી વધુ જગ્યાએ આગ લાગવાના બનાવો બન્યા હતા.