મોરબીના આંદરણા ગામે તેમજ શનાળા નજીક એક કારખાનામાં આગ લાગી

મોરબી : મોરબીમાં દિવાળીના દિવસે ફટાકડાના કારણે આગ લાગવાના બનાવો બનતા ફાયર બ્રિગેડ ને સતત દોડધામ રહી હતી.જેમાં દિવાળીની રાત્રે મોરબી તાલુકાના આંદરણા ગામે એક મકાનની બાજુમાં ખુલ્લા પ્લોટમાં પડેલા માલ સામાન આગ લાગી હતી. જ્યારે બીજા બનાવમાં મોરબી નજીક શનાળા પાસે એક કારખાનામાં ભીષણ આગ લાગી હતી.

દિવાળીના પર્વ ઉપર આગ લાગવાના બનાવોમાં વધારો નોંધાય છે. સામાન્ય રીતે ફટાકડા ના કારણે આગના બનાવ વધુ બને છે ત્યારે આજે દિવાળીની રાત્રીના મોરબી તાલુકાના આંદરણા ગામે મેઘજીભાઈ કલાભાઈ માર વાણીયા ના મકાન ની બાજુમાં ખુલ્લા પ્લોટમાં પડેલા માલસામાનમાં ઘટાડાના કારણે આગ લાગી હતી આગ લાગતા ગ્રામજનોએ ફાયર બ્રિગેડને જાણ કરી આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધર્યો હતો. જ્યારે બીજા બનાવમાં રાત્રિના આઠ વાગ્યાની આસપાસ મોરબી નજીક રાજકોટ હાઇવે ઉપર શનાળા ગામ પાસે ઉમા પાર્ટી પ્લોટ ની પાછળ આવેલા પ્લાસ્ટિકની પટ્ટી ના કારખાનામાં ફટાકડા કારણે આગ લાગી હતી અને થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું બનાવની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી જઈ આગ પર કાબુ મેળવવા પ્રયાસો હાથ ધર્યા હતા જ્યારે દિવસે ફટાકડા ના કારણે આગ લાગવાના બનાવો સતત બનતા ફાયરની ટીમને સતત દોડધામ રહી હતી.