હળવદના મિયાણી ગામે જુથ અથડામણ : ચાર ઘાયલ

- text


મોટર સાયકલ પાર્ક કરવા જેવી નજીવી બાબતે ચાડધ્રાના ગઢવી યુવાનો ટીકર ગામથી પરત ફરી રહ્યા હતા તે દરમિયાન મિયાણીના કોળી યુવાનો વચ્ચે ઘર્ષણ

હળવદ : હળવદ તાલુકાના મિયાણી ગામના પાદરમાં મોટર સાયકલ કરવા જેવી નજીવી બાબતે સામ-સામે બે જુથ વચ્ચે ધીંગાણું થતા ચારથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમાં ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં હતા.

- text

જાણવા મળતી વિગતો મુજબ રાત્રે ૮.ર૩ વાગ્યાના અરસામાં ટીકર ગામથી પરત ફરી રહેલા ગઢવી સમાજના યુવાનો હળવદ તાલુકાના મિયાણી ગામે પહોંચતા બાઈક વચ્ચે કેમ મુકયો તેવી નજીવી બાબતે સતો નામના વ્યકિત સાથે બોલાચાલી થતા સામ-સામે જુથ અથડામણની ઘટના બનવા પામી હતી. જેમાં રવિરાજભાઈ દોલતસંગ ગઢવી (ઉ.વ.રર, રહે.ચાડધ્રા), દોલતભાઈ હરિસંગભાઈ ગઢવી (ઉ.વ.પ૧, રહે.ચાડધ્રા), દિનેશભાઈ હરિસંગભાઈ ગઢવી (ઉ.વ.વર્ષ ૪૮, રહે.ચાડધ્રા), કિરીટભાઈ હરિસંગભાઈ ગઢવી (ઉ.વ.૪ર, રહે.ચાડધ્રા) સહિત ચારથી વધુ લોકોને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવની જાણ હળવદ પોલીસને થતા તાબડતોબ સરકારી હોસ્પિટલ ખાતે દોડી આવી હતી. જાકે આ ઘટનાના પગલે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડયા હતા.

- text