લાભ પાંચમે નસીતપરમા રા નવઘણ નાટક ભજવાશે

ટંકારા : નવલા વર્ષમાં શુભ કાર્યની શરૂઆત રૂપે મોરબી જિલ્લામાં ગામડે -ગામડે નાટકો ભજવી સેવાકામ માટે ફાળો એકત્રિત કરવામાં આવી રહ્યો છે ત્યરે આગામી તા.12 ને લાભપાંચમના દિવસે ટંકારાના નસીતપર ગામે સોરઠનો સિંહ રા-નવઘણ અને બહેન જાહલની ચિઠ્ઠી નાટક યોજવામાં આવશે.

મારુતિ ગૌ સેવા મંડળ આયોજિત આ નાટક ગૌશાના લાભાર્થે યોજાનાર હોય દરેક ધર્મપ્રેમી લોકોએ આ અવસરે પધારવા નસીતપર ગામ સમસ્ત દ્વાર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.