મોરબી સોનમ કલોકમાં બોનસમાં ભળી સોનાની સુગંધ !!

સોનમ કલોકના ૪૦૦ કર્મચારીઓને તગડા બોનસ સાથે સોનાની લગડી ભેટ

મોરબી : તળિયા નળિયાં અને ટાઇમની નગરી મોરબીના ઉદ્યોગપતિઓ પોતાના કર્મચારીઓને પરિવારનું અભિન્ન અંગ ગણી દરેક ખુશી, મુશ્કેલીમાં સાથ આપતા હોવાના અનેક દાખલા વચ્ચે સોનમ કલોક દ્વારા ધનતેરસના શુભ પ્રસંગે તગડા બોનસ સાથે સોનાની લગડીની ભેટ આપી સોનામાં સુગંધ ભળે તે ઉક્તિને સાર્થક કરી બતાવી હતી.

મોરબી ક્લોક ઇન્ડસ્ટ્રીઝમાં ટોચનું સ્થાન ધરાવતી અને ભારતીય શેર બજારમાં લિસ્ટેડ થયેલ સોનમ ક્લોકમાં બહેનોને રોજગારી આપી સ્ત્રી સશક્તિકરણને વર્ષોથી બળ આપવામાં આવી રહ્યું છે, સોનમ ક્લોકના જયેશભાઇ શાહ કહે છે કે, સોનમ ક્લોક દરેક તહેવાર પારિવારિક માહોલમાં ઉજવે છે ત્યારે આ વર્ષે ફેકટરીના ૩૫૦ થી ૪૦૦ કર્મચારીઓને બોનસ ઉપરાંત લક્ષ્મી સ્વરૂપ બહેનોને સોનાની લગડી ભેટ આપવામાં આવી છે.

વધુમાં જયેશભાઇ ઉમેરે છે કે, અહીં બહેનોને સવારે આવે ત્યારે નાસ્તો, બપોરે ભોજન અને સાંજે ફરી પાછો નાસ્તો આપવાની સિસ્ટમ છે, ઉપરાંત નવરાત્રી હોય કે જન્માષ્ટમી હોય કે પછી દિપાવલી હોય તમામ તહેવારોને કુટુંબની જેમ ઉજવે છે અને કોઈપણ કર્મચારીઓની મુશ્કેલ પરિસ્થિતિમાં હમેશા ખડેપગે રહે છે.

સોનમ ક્લોકના માલિક જયેશભાઇ શાહ સાથે વિશેષ મુલાકાતનો વિડિઓ જુઓ