મોરબીના વાવડી રોડ ઉપર દિવાળીએ જ અંધારા ઘપટ

24 કલાક સ્ટ્રીટ લાઈટો ચાલુ રાખતા પાલિકા તંત્રની ઘોર બેદરકારી

મોરબી : રોશનીના પર્વ દિવાળીમાં મોરબી પાલિકા દ્વારા મોરબીના વાવડી રોડ ઉપરની સ્ટ્રીટલાઈટો ચાલુ કરવામાં ન આવતા લોકોમાં રોશની લાગણી છવાઈ છે.

મોરબીના વાવડી રોડ ઉપર દિવાળીના સપરમા દિવસોમાં જ અંધારા ઘપટ છવાયા છે સામાન્ય રીતે 365 દિવસ 24 કલાક સ્ટ્રીટ લાઈટો ચાલુ રખનાર મોરબી પાલિકા દ્વારા રંગ અને રોશનીના પર્વ દિવાળી ઉપર જ બંધ થયેલી સ્ટ્રીટ લાઈટો ચાલુ કરવા તસ્દી ન લેવાતા રાત્રીના સમયે અહીંથી ચાલીને નીકળવું મુશ્કેલ બન્યું છે.

તહેવાર સમયે જ સ્ટ્રીટ લાઈટ ગુલ થી જતા લોકો પાલિકા તંત્ર ઉપર રોષ ઠાલવી જણાવી રહ્યા છે કે અન્ય શહેરોની જેમ દિવાળીના તહેવારમાં રોશની કરવી તો એક બાજુ રહી પાલિકા તંત્ર સ્ટ્રીટલાઈટો પણ બંધ કરી પ્રજાને પીડા આપી રહી છે.