હાયરે બેકારી ! કામ ન મળતા આશાસ્પદ યુવાનનો ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત

વાંકાનેરના રાણેકપર ગામની કરુણ ઘટના

વાંકાનેર : દિવાળીના સપરમાં દિવસોમાં આર્થિક સંકળામણ અને કામ ન મળતા વાંકાનેરના રાણેકપર ગામના આશાસ્પદ યુવાને ડેમુ ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કરી લેતા નાના એવા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ આજે રાણેકપર ગામની સીમમાં પસાર થઈ રહેલી ડેમુ ટ્રેન હેઠળ ઝંપલાવી લઈ રાહુલ કનૈયાલાલ પરમાર ઉ.૧૯ નામના યુવાને આપઘાત કરી લેતા નાના એવા ગામમાં દિવાળીના તહેવાર સમયે જ શોકનું મોજું ફરી વળ્યું હતું.

ઉલ્લેખનીય છે કે ડેમુ હેઠળ ઝંપલાવી લેનાર રાહુલ છેલ્લા થોડા સમયથી નોકરી મેળવવા પ્રયાસ કરતો હતો પરંતુ નોકરી ન મળતા નાસી પાસ થઈ આ પગલું ભર્યું હોવાનું કુટુંબીજનોએ જણાવ્યું હતું.