ટંકારા લક્ષ્મી નારાયણ મંદિરે ગુરૂવારે અન્નકુટ દર્શન

ટંકારા : ટંકારા મધ્ય મા બિરાજતા અને ગ઼ામદેવતા તરીકે પુજાતા શ્રી લક્ષ્મી નારાયણ મંદિરે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ અન્નકૂટ દર્શનનું આયોજન કરાયું છે જે અંતર્ગત તારીખ ૮/૧૧/૧૮ ને ગુરૂવારે સાજે ૪થી ૭ દરમિયાન અન્નકૂટ દર્શનનો લાભ મળશે.

શ્રી લક્ષ્મી નારાયણ મંદિરે અન્નકૂટ દર્શનમાં જુદી – જુદી ભાજીના શાક – સંભાર ફળ મિઠાઇ અને અન્ય પ્રસાદ ઠાકોરજીના સન્મુખ ધરાશે જેથી ટંકારા સહીત રાજકોટ મોરબી અમદાવાદ વાકાનેર જામનગર મુબઈ સહીત દેશ આખામાં વસતા તમામ હરી ભક્તો ટંકારા પધારવા મંદીરના મહંતની યાદીમાં જણાવાયું છે.