મોરબી : વિરપર પાસે ફોટોફ્રેમના કારખાનામાં મોડી રાત્રિએ આગ લાગી

ક્લોક એસો. ના પ્રમુખ શશાંક દંગીના કારખાનામાં આગ લાગી : વહેલી સવારે આગ પર કાબુ મેળવાયો

મોરબી : મોરબી રાજકોટ હાઇવે પર વિરપર પાસે આવેલ ક્લોક એસો ના પ્રમુખ શશાંગ દંગીના શિલ્પન ગિફ્ટ આર્ટિકલના કારખાનામાં રાત્રીના અગમ્ય કારણસર આગ લાગી હતી. આગની જાણ થતાં માલિક સહિત યંગ ઇન્ડિયા ગ્રૂપના સભ્યો દોડી ગયા હતાં અને ફાયર બ્રિગેડ ને જાણ કરતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી આવ્યું હતું અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો હતો પરંતુ આગ વિકરાળ બની જતા મોરબી ફાયર બ્રિગેડ જવાનો અને સ્થાનિક લોકોને ભારે જેહમત ઉઠાવી પડી હતી

મોરબી ફાયર સ્ટેશનના ત્રણ ફાયર દ્વારા આગ પર પાણીનો મારો ચલાવી આગને ત્રણ કલાક થી વધુ સમય માં આગ પર કાબુ મેળવ્યો હતો.