મોરબીમાં દિપાવલી તહેવારની ઉજવણીનો આનંદ ચરમસીમાએ

- text


તહેવારોના પ્રારંભ સાથે બજારોમાં રોનક, ઠેર ઠેર રોશનીની સજાવટ : દરેક ઘરના આંગણા કલાત્મક રંગોળીથી દીપી ઉઠ્યા

મોરબી : મોરબીમાં અંધકારને દૂર કરી તેજોમય પ્રકાશ પ્રજજવલીત કરવાના મહાપર્વ દિપોત્સવ પર્વની ઉજવણીનો આનંદ ઉન્માદ ચરમસીમાએ પહોચ્યો છે. અને વાઘબારસથી દિવાળી પર્વની શ્રુંખલાનો પ્રારંભ થતાની સાથે શહેરમાં હર્ષોલ્લાસ છવાયો છે અને બજરોમાં રોનક ખીલી છે. અને ખરીદીનો માહોલ જામી રહ્યો છે. તેમજ રંગબેરંગી રોશની સજાવટથી ઘર-ઓફિસો અને શો રૂમોમાં પણ રોશનીનો ઝગમગાટ કરવામાં અાવ્યો છે. તેમજ દરેક ઘરના આંગણા કલાત્મક રંગોળીથી દિપી ઉઠ્યા છે.

મોરબીમાં તહેવારોના મહારાજા ગણાતા દિપોતસ્વી પર્વને લઈને સમગ્ર શહેરીજનોમાં અનેરો ઉમંગ-ઉલ્લાસ જોવા મળી રહ્યો છે. દિવાળીને લઈને બજારોમાં વિવિધ ચીજવસ્તુઓની ખરીદીનો માહોલ જામી રહ્યો છે. છેલ્લા બે-ત્રણ દિવસથી બજારોમાં ખરીદીનો માહોલ પર ભરમાં ખીલી ઉઠ્યો છે. આ વર્ષ અપરતા વરસાદથી માઠા વર્ષ જેવી હાલત હોવા છતાં ઉત્સવપ્રિય મોરબી શહેર ઉત્સવો ઉજવવામાં પાછીપાની કરી નથી. દરેક પર્વનો લોકોએ પોતપોતાની આર્થિક ક્ષમતાને અનુસાર જ આ દિપોત્સવી તહેવારોની ઉજવણીમાં લાગી ગયા છે.

- text

દિવાળીમાં મોટાભાગની ચીજવસ્તુઓ ખરીદવાની પરંપરા હોવાથી ફટાકડા, વિવિધ રંગબેરંગી કલરો, અવનવા કપડા, ઈલેક્ટ્રોનીક આઈટમો, મોબાઈલ, ઉપયોગી સાજ સજાવટનીવસ્તુઓ, ભેટ સોગાદો માટે અપાતી વિવિધ આઈટમો તથા સોના-ચાંદીના ઘરેણોની ખરીદી થઈ રહી છે. જયારે દિવાળીનિમિતે પરંપરાગત રીતે ઘર ઓફિસો સહિતના સ્થળોની સાફ-સફાઈ કરી રંગરોગાન કયાં બાદ હવે દિવાળી-ની સજાવટ કરવામાં આવી છે. અને બજારો ઉપરાંત ઠેર ઠેર રોશનીનો ઝગમગાટ જોવા મળી રહ્યો છે.

દિવાળી અને બેસતા વર્ષના દિવસે મીઠાઈ અને ફરસાણ આરોગવાનું મહત્વ હોવાથી શહેરની દરેક મીઠાઈ અને ફરસાણોની દુકાનોમાં અવનવીમીઠાઈઓ અને જાતજાતના ફરસાણોનો જથ્થાબંધ જથ્થો જોવા મળી રહ્યો છે. દિવાળીના તહેવારો નિમિતે રંગોળીનું આગવું મહત્વ હોવાથી શહેરમાં ઠેર ઠેર રંગોળીના રંગબેરંગી કલરોની ખરીદી થઈ રહી છે. અને વાઘબારસથી શહેરમાં દરેક ઘરના આંગણામાં સુંદર મજાની મનમોહી લેતી આકર્ષક રંગોળી બનાવવામાં આવી છે. કોઈ જગ્યાએ પરંપરાગત રંગોળીની સાથે ભારતીય સંસ્કૃતિ અને દેશભાવનાને ઉજાગર કરાઈ છે. અને ધનતેરસે લક્ષ્મી પુજન માટેના શુકનવંતા ચોપડાની ખરીદી વેપારીઓએ કરી હતી. એકંદરે દરેક લોકો પોતપોતાની રીતે દિવાળીની ઉજવણીમાં ગળાડુબ બની ગયા છે. અને હવે હેપ્પીદિવાળી તથા સાલ મુબારક કહેવા આતુર બન્યા છે.

- text