મોરબીના સુરાજબાગ પાછળ ભૂગર્ભ ગટર લોકોની દિવાળી બગાડી

- text


છેલ્લા 15 દિવસથી સતત ઉભરાતી ગટરથી સ્થાનિક રહેવાસીઓ ત્રાહિમામ

મોરબી : મોરબીના સુરાજબાગ વિસ્તારમાં છએક માસથી સતત ઉભરાતી ગટરની સમસ્યામાં છેલ્લા 15 દિવસથી ચોમાસા જેવી સ્થિતિ વચ્ચે ગટરોના પાણી લોકોના ઘર સુધી પહોંચતા લોકોની દિવાળી બગાડી ગઈ છે.

- text

મોરબી શહેરમાં ઉભરાતી ભૂગર્ભ ગટરની સમસ્યા સામાન્ય બાબત છે પરંતુ સુરાજબાગ પાછળના ભાગે છેલ્લા છ મહિનાથી ભૂગર્ભ ગટર સત્તત ઉભરાવાનું ચાલુ છે જેમાં 15 દિવસથી ગટરના પાણી લોકોના ઘરના ઉંમર સુધી પહોંચી જતા દિવાળીકામ કરતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

બીજી તરફ ઉભરાતી ગટરની સમસ્યા અંગે નગરપાલિકામાં લેખિત રજુઆત કરવા છતાં તંત્ર દ્વારા લોકોની સમસ્યા ઉકેલવામાં ન આવતા દિવાળી ટાણે જ આ વિસ્તારમાં ભૂગર્ભ ગટરની હોળી શરૂ થઇ છે.

- text