માળીયા પંથકના ખેડૂતો બોગસ જમીન માપણીનો વિરોધ કરશે

- text


ખેડૂત અન્યાય નિવારણ સમિતિ તથા વિકાસ સમિતિ માળીયા મિયાણા દ્વારા ખેડૂતોને જાગૃત કરવામાં આવ્યા

માળીયા : મોરબી સહીત સમગ્ર રાજ્યમાં પ્રમોલગેશન અંતર્ગત કરવામાં આવેલી જમીન માપણીમાં ક્ષતિઓ હોય ખેડૂતોને જાગૃત કરવા ગઈકાલે માળીયા મિયાણા ખાતે બેઠક મળી હતી જેમાં ખેડૂત અન્યાય નિવારણ સમિતિ તથા વિકાસ સમિતિ માળીયા મિયાણા દ્વારા ખેડૂતોને જાગૃત કરવામાં આવ
તા ખેડૂતો હવે વાંધા અરજી કરી ખોટી જમીન માપણીનો વિરોધ કરશે.

પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે માળિયા મિયાણા ખાતે મામતલતાર ઓફિસ સામેના ગ્રાઉન્ડમાં ખેડૂતપુત્રોની સભા યોજવામાં આવી હતી, જેમાં માળિયા મિયાણાના ખેડતપુત્રોને પ્રમોલગેશનને લઈને જાગૃત કરવામાં આવેલ હતા, તાજેતરમાં ખાનગી કંપની દ્વારા થયેલ બોગસ માપણીનો ખેડૂતો વાંધા અરજીઓ કરીને વિરોધ નોંધાવવા નક્કી આવ્યું હતું।કરાયું હતું. અને ખેડૂતોની જમીનની માપણી ખેડૂતોની હાજરીમાં જ થાય તેવી માંગણી કરવા પણ નક્કી કરાયું હતું.

- text

આ તકે વિરવીદારકાના મહેમાન ખેડૂત મિત્રોમાં માસ્તર સાહેબ, ગંભીરદાન ગઢવી, દિપક ભાઈ ગઢવી, જે. કે. ભાઈ, મનહરદાન ગઢવી, અને અનિલ ભાઈ એ હાજરી આપી માર્ગદર્શન પૂરું પાડ્યું હતુ, અને માળિયા મિયાણા ના ખેડૂતોપુત્રો ના સમર્થનથી ખેડૂત અન્યાય નિવારણ તથા વિકાસ સમિતિ માળિયા મિયાણાના નેજા હેઠળ માળિયા મિયાણાના ખેડૂતોની ક્ષતિ સુધારણા ખેડૂતોની પ્રગતિ, વિકાસ અને ખેડૂત જાગૃત, જેવા અને કાર્યક્રમો આપી ખેડૂતો ને આગળ લાવવાનો સંકલ્પ લીધી હતો.

- text