હળવદના શિવપુર ગામે સમરસ ચૂંટણીની ખુશીમાં સ્નેહમિલન યોજાયું

- text


સમસ્ત ગામમાં ભાઈચારો અને એકતા જળવાઈ રહે તેવા ઉમદા હેતુ સાથે સમુહ ભોજનનું આયોજન કરાયું

હળવદ : હળવદ તાલુકાના શિવપુર ગામે તાજેતરમાં જ ગ્રામ પંચાયતની ચુંટણી બિન હરિફ કરી મહિલા સરપંચની પસંદગી કરવામાં આવી હતી. જેમાં સરપંચ દ્વારા સમસ્ત ગામ લોકોનું સ્નેહ મિલન સાથે સમુહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગ્રામજનો હર્ષભેર જાડાયા હતા.

- text

સામાન્ય રીતે ગ્રામ પંચાયતની ચુંટણીમાં એક જ ગામમાં બે પક્ષ સામ-સામે હોય છે ત્યારે અનેકવાર ભુતકાળમાં સરપંચની ચુંટણીને લઈને નાના એવા ગ્રામ્ય વિસ્તારોમાં લોકોની એકતા તુટવા લાગી છે, અને ગ્રામ પંચાયતની ચુંટણીના મનદુખના કારણે અનેક ઝઘડા થતા હોવાના પણ અવારનવાર સાંભળવા મળતું હોય છે ત્યારે તાજેતરમાં જ હળવદ તાલુકાના શિવપુર ગામે ગ્રામ પંચાયતની ચુંટણી જાહેર થઈ હતી. જેમાં સમસ્ત ગ્રામજનો દ્વારા ગામની એકતા જળવાઈ રહે તેવા, ગામમાં ભાઈચારો કાયમ બની રહે તેમજ ગામનો યોગ્ય વિકાસ થાય તેવા ઉમદા હેતુ સાથે ગ્રામજનોએ એકતા દર્શાવી ગામના જ હંસાબેન એમ.જેઠલોજાને સરપંચ પદે બિન હરિફ વરણી કરાઈ હતી.

ગામમાં સમરસતા જળવાઈ રહે તેવા ઉમદા ધ્યેય સાથે સરપંચ દ્વારા સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમસ્ત ગ્રામજનોએ સૌ સાથે ભોજન લીધું હતું. આ તકે મોરબી જિલ્લા પંચાયતના સદસ્ય મનસુખભાઈ તેમજ કાંતીભાઈ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા અને નવ નિયુકત સરપંચને અભિનંદન પાઠવ્યા હતા.

- text