વાંકાનેર નજીક પાણીના ખાડામાં ન્હાવા પડેલા યુવાનનું મોત

- text


વાંકાનેર : વાંકાનેર નજીક પાણીના ખાડામાં ન્હાવા પડેલા સીરામીક એકમના કર્મચારીનું ડૂબી જવાથી મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે પોલીસે નોંધ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેરના સરતાનપર રોડ પર સિરામિક એકમમાં કામ કરતા પ્રકાશ રણછોડભાઈ કોળી (ઉ.૨૭) પાણીના ખાડામાં નાહવા પડયા બાદ ડૂબી જવાથી તેનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

- text