ગેરંટીવાળા માટેલ રોડની બદતર હાલત મામલે હવે સોશિયલ મીડિયા યુદ્ધ

- text


સિરામિક ઉદ્યોગકારોની અનેક રજુઆત છતાં વહીવટી તંત્ર અને કોન્ટ્રાકટર ન ગાંઠતા ઉદ્યોગકારોમાં રોષ

મોરબી : મોરબી જિલ્લાના વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ માટેલ જવા માટેનો ગેરંટીવાળો રોડ બન્યા બાદ એક જ વર્ષમાં હતો ન હતો થઈ જતા આ મામલે માટેલ આજુબાજુના ગ્રામજનો અને અહીં ફેક્ટરી ધરાવતા સીરામીક ઉદ્યોગપતિઓ દ્વારા અવાર નવાર રજુઆત કરવા છતાં વહીવટી તંત્ર અને કોન્ટ્રાકટર ન ગાંઠતા આ મામલે સોશિયલ મીડિયામાં તંત્રની પોલ ખોલવા મોરબી સિરામિક એસોશિએશન પ્રમુખ નિલેશભાઈ જેતપરિયાએ આહવાન કર્યું છે.

- text

મોરબી સિરામિક એસોશિએશન પ્રમુખ નિલેશભાઈ જેતપરિયાએ પોતાના ફેસબુક એકાઉન્ટમાં પોસ્ટ કરી સવાલ ઉઠાવ્યા છે કે, માટેલ એટલે લોકોની આસ્થાનુ તિર્થસ્થાન અને સાથોસાથ સિરામીક ઉધોગના વિકાસનો પણ રોડ પરંતુ આ રોડ ની હાલત એટલી બધી ખરાબ છે કે રોડ ગેરંટી મા હોવા છતા રીપેર થતો નથી ત્યારે માટેલના રસ્તે જતા રાજકારણીઓ, વહીવટી તંત્ર, કે પછી તાલુકા, જીલ્લા પંચાયતના સંચાલકોને એવુ ના થાય કે આ રોડ તાત્કાલીક રીપેર થવો જોઇયે ??? 

તેઓએ કટાક્ષ સાથે જણાવ્યું હતું કે, લાખો ભાવિકો અને ઉધોગકારો આ રોડ ઉપરથી નીકળે એટલે તેમના માટે વહીવટી તંત્ર તેમજ કોન્ટ્રાકટર બહેરા અને અંધ હોય તેવો અહેસાસ થાય છે. જો રાજકીય નેતા આવે તો તરત જ કંમપ્લેટ થઇ જતા ગમે તે રોડની સામે આ તિર્થસ્થાનના રોડ ક્યારે થશે તે જોવુ જ રહ્યુ ત્યારે મોરબી સિરામીક એશોસીએસનના મેમ્બરો દ્વારા આ બાબતે અવાર નવાર રજુઆત કરવા છતા કોન્ટ્રાકટરને સજા કેમ નથી આપતા તે એક સૌથી મોટો પ્રશ્ન હોવાનું તેમને અંતમાં જણાવ્યું હતું.

 

- text