ટેકાના ભાવની ખરીદી પહેલા જ રજીસ્ટ્રેશન કેન્દ્રને અલીગઢિયા

- text


આમા ખેડૂતોનું ક્યાંથી ભલું થાય : મોરબી જિલ્લામાં હળવદ યાર્ડમાં બે દિવસથી ખેડૂતોના રજીસ્ટ્રેશન બંધ : મામકાવાદની પણ રાવ

હળવદ : ઓણ સાલ ગુજરાત સરકાર દ્વારા પ્રતિમણ ૧૦૦૦ રૂપિયાના ભાવે મગફળી ખરીદવાની જાહેરાત કરી છે પરંતુ ખરીદી પૂર્વે ખેડૂતોના રજીસ્ટ્રેશનમાં જ ધાંધિયા શરૂ કરી હળવદ યાર્ડમાં બે દિવસથી રજીસ્ટ્રેશન સેન્ટરને અલીગઢિયા તાળા મારી દેવતા ખેડૂતોમાં રોષની લાગણી ફેલાઇ છે.

ચાલુ વર્ષે ગુજરાત સરકાર દ્વારા પુરવઠા વિભાગ મારફતે ખેડૂતો પાસેથી ૧૦૦૦ રૂપિયા પ્રતિમણના ભાવ લેખે મગફળીના ખરીદવાની મસમોટી જાહેરાત કરી મોરબી જિલ્લામાં હળવદ અને મોરબી યાર્ડમાં ખરીદી કેન્દ્ર શરૂ કર્યા છે જેમાં ૧ નવેમ્બરથી ખેડૂતોના ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવા નક્કી કરાયું છે પરંતુ હળવદ યાર્ડમાં રજીસ્ટ્રેશન બારી બે દિવસથી બંધ કરી દેવતા ખેડૂતો ધંધે લાગ્યા છે.

બીજી તરફ બે દિવસ પૂર્વે રજીસ્ટ્રેશન શરૂ કરી મામકાવાદ અપનાવી લાગતા વળગતા રાજકારણીઓના સગા વહાલાના રજીસ્ટ્રેશન કરવામાં આવ્યા હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે અને આ મામલે સ્થાનિક મામલતદાર કે પુરવઠા તંત્ર ફરિયાદ સાંભળતા ન હોવાનું જણાવી રહ્યા છે.

- text

- text