હળવદ : અપહરણ મારામારીના કેસમાં આરોપીઓને જામીન મુક્ત કરતી કોર્ટ

- text


હળવદના ભલગામડાની ઘટનામાં આરોપીઓને ૨૫ હજારના શરતી જામીન

હળવદ : હળવદના ભલગામડા ગામે દીકરી ભગાડી ગયાની આશંકાએ ૧૩ શખસો દ્વારા હીંચકારો હુમલો કરી અપહરણ મારવારવાના કેસમાં મોરબી અદાલતે તમામ આરોપીઓને જમીન ઉપર મુક્ત કરવા આદેશ કર્યો હતો.

આ કેસની વિગત જોઈએ તો હળવદ તાલુકા પોલીસે ફરીયાદી રમેશભાઈ મહાદેવભાઈની રે.ભલગામડાની
ફરીયાદને પગલે આરોપીઓ જસમત ઉર્ફ જોન્ટી અણદાભાઈ શીહોરા તથા
અન્ય ૧૩ આરોપીઓને ગુનાહીત કાવતરું રચી ગેરકાયદેસર મંડળી રચી હથીયાર ધારણ કરી બધાં આરોપીઓ ફોરવ્હીલ ગાડીમાં આવી આરોપી બન્નાભાઈની દીકરીને ભગાડી ગયાની શંકા રાખી ફરીયાદીના વાડામાં પ્રવેશ કરી સાહેદનેલાકડીના ધોકા મારી ફેકચર જેવી ઈજા કરી ફરીયાદીનું અપહરણ કરી માર મારેલ તેવો ગુનો કરેલ તે અંગે હળવદ પોલીસે બધો આરોપી સામે ઈ, પી.કો. કલમે૩૬૫, ૩૨૫, ૫૦૬ (૨), ૧૪૩, ૧૪૯, ૧૨૦બી તથા જી. પી.એકટની કલમ ૧૩૫ અંગેનો ગુનો નોંધાયો હતો.

- text

વધુમાં આ કેસમાં કુલ ૯ આરોપીની ધરપકડ કરેલ આ કામમાં બચાવ પક્ષના એડવોકેટ દીલીપભાઈ આ૨, અગેચાણીયા દ્વારા એવી દલીલ ક૨વામાં આવી હતી કે આરોપીઓએ કોઈ ગુનાહીત કાવતરું રચી અપહરણ કરેલ નથી. કે માર મારેલ નથી તેમજ આ ગુનામાં વધુમાં વધુ ૭ વર્ષની સજાની જોગવાઈ છે. તેમજ આ ગુનામાં વધુ કોઈ કલમનો ઉમેરો આવે તેવી કોઈ શકયતા નથી આરોપી કોઈ ગુનાહીત ભુતકાળ ધરાવતા નથી. વધુમાં દલીલ કરવામાં આવેલ કે આ કામે તપાસ કરનારઅમલદાર દ્વારા પોલીસ પેપર્સની અંદર કોઈ મેન્ડેન્ટ્રી પ્રોવીજન ઓફ એસ.એસ. ૪૧/૪૧ ઓફ ધી સીઆરપીસી ઓર નોટ એવુ કોઈતપાસ કરનારે સોગંદનામાંમાં કલીયર કરવામાં આવેલ તેવી દલીલ ક૨વામાં આવેલ નથી.

આમ, ઉપરોકત તમામ દલીલોને ધ્યાને લઈ બચાવ પક્ષના એડવોકેટ દીલીપભાઈ અગેચણીયાની તમામ દલીલો માન્ય રાખી આરોપીઓને રૂ. ૨૫,૦૦૦ના શરતી જામીન પર છોડ્યાનો હુકમ કર્યો હતો.

- text