વાંકાનેર અને ઢુંવામાં શ્વાસ લેવો મુશ્કેલ ! પ્રદૂષણ નિયંત્રણ કાયદાનું સરેઆમ ઉલ્લંઘન

- text


વાંકાનેર પંથકની ઘોર ખોદતા સિરામિક અને કોલસાના કારખાના

વાંકાનેર : વિકાસ, પ્રગતિ હમેશા કોઈ શહેરની ઉન્નતિ કરતી હોય છે પરંતુ વાંકાનેર પંથકમાં ઔધોગિક ક્રાંતિ અધોગતિ લાવી હોય તેવી સ્થિતિમાં છેલ્લા વર્ષોમાં પ્રદુષણ વધતા હવે લોકોને શ્વાસ લેવો પણ મુશ્કેલ બન્યો હોવાની ફરિયાદ ઉઠી છે.

વાંકાનેર તાલુકામાં છેલ્લા વર્ષોમાં સિરામિક ઉદ્યોગ, ખાણ ખનીજ ઉદ્યોગ, કોલસાના કારખાનાઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે પરંતુ આ કારખાનેદારો પોતાના અંગત સ્વાર્થ માટે થઈ પર્યાવરણ અને સમસ્ત માનવજાતિ માટે ખતરારૂપ જોખમી પ્રદુષણ ઓકી પ્રદુષણ નિયંત્રણ કાયદાની જાણે કોઈ બીક ન હોય તેવી રીતે વર્તી રહ્યા છે અને પ્રદુષણ રોકવાની જેમની જવાબદારી છે એ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓ મોરબી ખાતેની કચેરીમાં પોતાની ચેમ્બરમાં બેસી આરામ ફરમાવી રહ્યા છે.

- text

વાંકાનેર અને ઢુંવા પંથકમાં પ્રદૂષણની માત્રા હદ બહાર વધી જતાં દિલ્હીની જેમ સાંજના સમયે વાંકાનેર મોરબી નેશનલ હાઈવે પર હસનપર પાસેથી વિઝીબિલિટી એટલી ઘટી જાય છે કે અહીંથી પસાર થતા વાહન ચાલકોને આ પોલ્યુશનના કારણે ક્યારેક ગંભીર અકસ્માતનો ભય રહે છે.

આવી જ હાલત થોડા આગળ જતા વાંકાનેરના ઢુવા વિસ્તારની છે પ્રજા આ પ્રદુષણને કારણે હેરાન-પરેશાન થઈ રહી છે છતાં પણ મોરબી જિલ્લા પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ફક્તને ફક્ત આંકડાકીય માયા ઝાળ રચી ઉદ્યોગકારો પાસેથી તહેવારોમાં ભેટ સોગાદો મેળવી લોકોના અને અબોલજીવના આરોગ્ય સાથે ચેડાં કરવાનો છૂટો દૌર આપી દેતા લોકોને હવે શ્વાસ લેવો મુશ્કેલ બની રહ્યો છે.

- text