મોરબીમાં દિવંગત મામી ભાણેજની યાદમાં મેટ્રો ગ્રુપ દ્વારા મહારક્તદાન કેમ્પ

- text


મેટ્રો ગ્રુપ આયોજિત રક્તદાન કેમ્પમાં ૫૦૦ થી વધુ લોકોએ રક્તદાન કર્યું

મોરબી : અમે તો અમારા પરિવારના સભ્યો ગુમાવ્યા છે પણ કોઈના લાડકવાયાની જિંદગી ન છીનવાઈ તે માટે દરવર્ષે દિવંગત મામી અને ભાણેજની યાદમાં રક્તદાન કેમ્પ યોજી અનેક લોકોની જિંદગી બચાવશું ! આ શબ્દો છે મોરબી મેટ્રો ગ્રુપના આદ્રોજા પરિવારના, ત્રણ વર્ષ પૂર્વે મેટ્રો ગ્રુપના બે સભ્યોનું અકસ્માતમાં મૃત્યુ નિપજતા તેમની સ્મૃતિમાં દર વર્ષે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે જેના અનુસંધાને આજે મોરબીના આંગણે મહારક્તદાન કેમ્પ યોજાયો હતો
મોરબીના સિરામિક ઉદ્યોગપતિ પરિવારના બે દિવંગત સભ્યોની સ્મૃતિમાં આજે લખધીરપુર રોડ ઉપર મેટ્રો સીટી સિરામિક ફેકટરી ખાતે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૫૦૦ થી વધુ રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું.ઉલ્લેખનીય છે કે મોરબીના જાણીતા મેટ્રો સિરામિક ગ્રુપના દિલીપભાઈ આદ્રોજાના પરિવારને બે વર્ષ પૂર્વે હળવદ નજીક અકસ્માત નડ્યો હતો આ અકસ્માતમાં તેમના પરિવારની બંસીબેન શેખરભાઈ આદ્રોજા અને હિરનબેન ઘોડાસરાનું અવસાન થયું હતું.

- text

આ દુઃખદ ઘટના બાદ અકસ્માત સમયે લોહીની જરૂરિયાત ઉભી થતી હોય ફોરેવર રક્તદાન કેમ્પ યોજી મેટ્રો ગ્રુપ દ્વારા સમાજને ઉપયોગી થવા નવો રાહ ચીંધવા સેવા યજ્ઞ શરૂ કર્યો છે જેમાં સેંકડો રક્તદાતાઓ રક્તદાન કરી રક્તદાન મહાદાનના સૂત્રને સાર્થક બનાવ્યું હોવાનું મેટ્રો ગ્રુપના શેખરભાઈ આદ્રોજા અને દિલીપભાઈ આદ્રોજા દ્વારા જણાવાયું હતું.

- text