મોરબીમાં તા.૧૧મીએ સિદ્ધચક્ર મહાપુજન અને સ્વામીવાત્સલ્ય સંઘ જમણ

મોરબી : મોરબીના આંગણે જૈન સમાજના અગ્રણી નવીનચંદ્ર જેઠાલાલ પારેખ દ્વારા આગામી તા. ૧૧ ને રવિવારના રોજ દરબાર ગઢ જૈન દેરાસર ખાતે બપોરે ૧૨.૩૯ વાગ્યે સિદ્ધચક્ર મહાપુજન અને વિશાશ્રીમાળી વણિક જ્ઞાતિની વાડી નવાડેલા રોડ ખાતે સ્વામીવાત્સલ્ય સંઘ જમણનું આયોજન કરવામાં આવ્યું છે.