ભારે કરી ! તસ્કરો વિજકંપનીની ૨૦ લાખની રીલે પેનલ ઉપાડી ગ્યા !!

- text


હળવદના ચરાડવા ગામે જેટકો સબ સ્ટેશનમાં બનેલી ઘટના

મોરબી : હળવદ તાલુકાના ચરાડવા નજીક આવેલ વિજતંત્રનાં સબસ્ટેશનમાં ત્રાટકી તસ્કરો રૂપિયા ૨૦ લાખની કિંમતની પેનલ ઉઠાવી જતા આ ચોકવનારી ઘટના મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ હળવદના ચરાડવા નજીક આવેલ વિજકંપનીનાં જેટકો સબસ્ટેશનમાંથી તસ્કરો રૂપિયા ૨૦ લાખની કિંમતની રિલે પેનલ ઉઠાવી જતા આ મામલે દિનેશકુમાર કે.સંગવન નાયડુ ઉ.વ.૨૩ ધંધો.પ્રા.નોકરી રહે.ગામ સેવુર ૧૭૪૮-૫ ગૌડરપેટઇ રઘુનાથપુરમ તા.આરની જી.તીરવન્નામલી (તમીલનાડુ) હલ રહે.મોરબી રાઘવ હોટલ નવા બસ સ્ટેન્ડની સામે મોરબી વાળાએ અજાણ્યા ઈસમો વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

- text

વધુમાં ચરાડવા ગામે આવેલ જેટકો સબ સ્ટેશનમાં કીઓસ્ક રૂમમાં પ્રવેશ કરી તસ્કરો રીલેપેનલ ટેસ્ટીંગ મશીન અંદાજીત કિ.રૂ ૨૦,૦૦,૦૦૦ ચોરી કરી લઇ જતા આ મામલે ગુન્હો નોંધી હળવદ પીએસઆઇ પી.જી. પનારા એ તપાસ શરૂ કરી છે.

- text