વાંકાનેરમાં ટેકાના ભાવે મગફળી ખરીદ કેન્દ્રમાં ઓનલાઇન નોંધણી શરૂ

વાંકાનેર : વાંકાનેર માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂત કેન્ટીનના ઉપરના માળે ટેકાના ભાવે મગફળી ખરીદ કેન્દ્રમાં ઓનલાઇન નોંધણી ચાલુ કરવામાં આવેલ છે જેમાં તા. ૧/૧૧  થી ૩૦/૧૧ સુધી ખેડૂતોએ મગફળી વેચાણ માટે નોંધણી કરાવી શકશે અને તા. ૧૫/૧૧ થી ટેકાના ભાવે નોંધણી કરાવેલ ખેડૂતોની મગફળીની ખરીદી શરૂ કરવામાં આવશે એક ખેડૂત ખાતેદાર વધુમાં વધુ ૨૫૦૦ કિલો મગફળીની નોંધણી કરાવી શકશે।

ટેકાના ભાવે મગફળી વેચાણ માટે નોંધણી કરાવવા માટે ખેડૂતોએ ૭-૧૨, ૮અ ના તાજા કઢાવેલા દાખલા, આધાર કાર્ડ ની ઝેરોક્ષ, બેંક ખાતા પાસબુકની ઝેરોક્ષ, કેંસલ કરેલ ચેક અને પાક વાવેતર અંગેનો તલાટીનો સહી સિક્કા વાળો દાખલો સાથે લઇ જવો, આ નોંધણી કેન્દ્રમાં વાંકાનેર મામલતદાર ઓફિસ સ્ટાફ, તાલુકા પંચાયત કચેરી સ્ટાફ, એપીએમસી સ્ટાફ અને પુરવઠા નિગમ ગોડાઉન સ્ટાફ દ્વારા નોંધણી શરૂ કરવામાં આવેલ છે.