ઉચીમાંડલમાં ચોરી કરવા આવેલા તસ્કરો સીસીટીવીમાં કેદ

એક સાથે દસથી બાર દુકાનોમાં ચોરી કરવા પહેલા વેલ્ડીંગની દુકાન તોડી ! બાદમાં હથોડા, છીણી લઈ અન્ય દુકાનો તોડી

મોરબી : મોરબીના ઊંચીમાંડલ ગામે એક સાથે દસથી બાર જેટલી દુકાનોમાં ચોરી કરનાર તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થી ગયા હોવાની વિગતો પ્રકાશમાં આવી છે, સીસીટીવી ફૂટેજ જોતા આ તસ્કરો પરપ્રાંતીય હોવાનું ભાર આવ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકાના ઊંચીમાંડલમાં ગામે તરખાટ મચાવી ગઈકાલે રાત્રે એક સાથે દસથી બાર દુકાનોમાં દસેક જેટલા તસ્કરો ત્રાટક્યા હતા અને સૌ પહેલા બાપાસીતારામ કોમ્પ્લેક્સમાં ટ્રકટર ગેરેજ અને વેલ્ડીંગકામની એક દુકાનને નિશાન બનાવી એ દુકાનમાંથી હથોડા, છીણી,લાગીયા સહિતના સાધનો મેળવી બાદમાં એક પછી એક દસથી બારેક દુકાનમાં ચોરી કરી હતી જેમાં મહાદેવ મોબાઈલ અને પટેલ મોબાઈલ નામની દુકાનમાંથી તસ્કરો મોંઘાદાટ મોબાઈલ લઈ ગયા ગત અને બન્ને દુકાન મળીને દોઢ લાખથી વધુ રકમની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે.

પરંતુ ગુન્હેગાર કઈકને કંઈક સુરાગ છોડતા જાય તે ઉક્તિ મુજબ મોબાઈલની દુકાનમાં લગાવવામાં આવેલા સિસિટીવી કેમેરામાં તમામ તસ્કરો આબાદ રીતે કેદ થી ગયા છે. નોંધનીય છે કે સીસીટીવી જોતા તસ્કરોએ નિરાંતે ચોરી કરી હોવાનું અને પરપ્રાંતીય હોવાનું ભાર આવી રહ્યું છે હાલમાં મોરબી તાલુકા પોલીસ દ્વારા ઘટનાના અંકોડા મેળવી ચોરી અંગેની ફરિયાદ નોંધવાની કાર્યવાહી શરૂ કરી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.