ટંકારા : મગફળીના રજીસ્ટ્રેશન માટે ખેડૂતોએ હવે લાઈનમાં ઉભુ રહેવું નહીં પડે

- text


ખેડૂતોની સુવિધા માટે વ્યવસ્થાના ભાગરૂપે ટોકન આપી અને ફોર્મ સ્વીકારી લેવામાં આવશે

ટંકારા : ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં રજીસ્ટ્રેશન કરવું ફરજીયાત બનાવવામાં આવતા ખેડૂતોને કલાકો સુધી કતારમાં ઉભા રહેવું પડતું હોય ટંકારાના ખેડૂતો દ્વારા ટોકન સિસ્ટમની માંગ કરી હતી જે મોરબી યાર્ડ દ્વારા સ્વીકાર કરવામાં આવતા ખેડૂતોમાં રાહતની લાગણી પ્રસરી છે.

- text

ટેકા ના ભાવે મગફળી વેચાણ માટે ખેડુતો ને રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત હોય જેમા એક કોમ્પ્યુટર પર સવાર થી સાજ સુધી માત્ર સવાસો જ ફોર્મ સ્વિકારી શકાતા હોય અને ટંકારા તથા માળીયામાં યાર્ડ ન હોવાથી જગત તાત લાબી કતાર કરી ઉભા રહેહેવુ પડતું હતું જેમાં ટોકન સિસ્ટમ અમલી બનાવવામાં આવતા ખેડૂતોને હવે કતારમાં ઉભું રહેવું નહીં પડે જો કે, ખેડૂતો દ્વારા ટંકારામાં એક ટેબલ રજીસ્ટર માટે ઉભુ કરવાની માંગ કરી હતી પરંતુ નિયમ મુજબ માર્કેટમાં જ નોંધણી થઈ શકે અને રોજના સૌથી 125 રજીસ્ટ્રેશન થતા હોય ખેડૂતોને હાલાકી ભોગવી પડતી હતી જેમાંથી હવે મહદ અંશે લાંબી લાઇનમાંથી દિવાળી ટાણે રાહત મળશે.

 

- text