દિવાળીના તહેવારમાં ઘરની સાથે જાહેર સ્થળોએ પણ સફાઈ અભિયાન જરૂરી

ટંકારાના હડમતિયા ગ્રામપંચાયત વોર્ડનં-૩ના સદસ્યા રંજનબેન કામરીયાનું અનુકરણીય પગલું

ટંકાર : ટંકારા તાલુકાના હડમતિયા ગ્રામપંચાયતના મહિલા સદસ્યા દ્વારા દિવાળીના તહેવારને લઈને ઘરની સાથે સાથે પાદરની સ્વચ્છતા કરાવી નાના કાર્યમાં મોટો સંદેશો આપ્યો છે.

હડમતીયા ગ્રામપંચાયત સદસ્યા રંજનબેન અરવિંદભાઈ કામરીયાઅે દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે ઘરની સાથે ગામની જાહેર જગ્યાઅોની પણ સફાઈ થવી જોઈઅે તેવું સૂચન કરતા ગ્રામપંચાયત સરપંચ ચાવડા રાજાભાઈ માલાભાઈઅે મહિલા સદસ્યની ભાવનાને સમજી તત્કાલ અસરથી મહિલા સદસ્યનું સન્માન જાળવી જાહેર જગ્યાની સ્વચ્છતા આદરી હતી. ગામના પાદરમા રહેલ જાહેર પાણીના ટાંકાની આસપાસ કાદવ કીચડ,પ્લાસ્ટીક, કચરો દુર કરી સ્વચ્છતા હાથ ધરી હતી તેમજ તુટી ગયેલ પાણીના નળ પણ નવા બદલી નાખતા પાણી ભરવા આવતી પનિહારીઅો, બુઝુર્ગો, યુવાનો પણ ખુશ થયા હતા.
ગ્રામ પંચાયત દ્વાર સફાઈ અભિયાન કરવામાં આવતા ગ્રામજનો દ્વારા રોજ દિવાળી આવવી જોઈઅે અેવું કહીને સરપંચને કાયમ વિકાસના કામો કરવા અનુરોધ કર્યો હતો.અને જાગૃત સદસ્ય રંજનબેન કામરીયાનો તેમજ સમસ્ત ગ્રામપંચાયતનો ગંદકી દુર કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.