મોરબી તાલુકા પોલીસ મથકમાં સ્ટાર સન્માન સમારોહ યોજાયો

- text


બઢતી પામેલા એ.એસ.આઈ અને હેડ કોન્સ્ટેબલોને નાળિયેર, પડો અપાયા : પીએસઆઇ એન.જે.રાણાના હસ્તે સ્ટાર જી.પી. એનાયત

મોરબી : મોરબી જિલ્લા પોલીસવડા ડો.કરનરાજ વાઘેલા દ્વારા ગઈકાલે દિવાળી ભેટ રૂપે એ.એસ.આઈ અને હેડ કોન્સ્ટેબલના પ્રમોશન અપાતા શુક્રવારે રોલકોલ બાદ બઢતી પામનાર તમામ પોલીસ કર્મીઓને સ્ટાર અને જી.પી.સિમ્બોલ તેમજ નાળિયેર પડો આપી સન્માન કરવામાં આવ્યું હતું.

- text

મોરબી તાલુકા પોલીસ મથક ખાતે યોજાયેલ આ સ્ટાર સન્માન સમારોહમાં પીએસઆઇ એન.જે.રાણા દ્વારા એ.એસ.આઈ તરીકે બઢતી પામનાર મુકુંદરાય પ્રેમશંકર જોશી, મામદભાઇ માકલેટભાઇ સીદી, અશોકભાઈ પિતામ્બરભાઈ દેત્રોજા, બાબુભાઇ નાનજીભાઈ વાઘેલા અને ધીરજલાલ પ્રભાતભાઈ રાઠોડનું વિશેષ સન્માન કરાયું હતું.

આ ઉપરાંત હેડ કોન્સ્ટેબલ તરીકે પ્રમોશન મેળવનાર દિનેશભાઇ હનાભાઈ બાવળિયા, જુવાનસિંહ ભરતસિંહ ઝાલા, જનકભાઈ બચુભાઇ કુગશિયાનું પણ પીએસઆઇ એન.જે.રાણાના હસ્તે સન્માન કરી બઢતી મેળવનાર તમામ પોલીસ કર્મચારીઓને નાળિયેર પડો આપી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

- text