મોરબીમાં તસ્કરો જોડા ચોરી ગયા : ફિટિંગ ન આવતા મૂકીને ભાગ્યા

મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર એક સાથે ત્રણ દુકાનોના તાળા તૂટ્યા : 250નું પરચુરણ સિવાય કઈ હાથ ન લગતા તસ્કરોને ધરમ ધક્કો

મોરબી : દિવાળીના તહેવારોમાં જ મોરબીમાં તસ્કરો બેફામ બન્યા હોય તેમ ઉંચીમાંડલ નજીક એક સાથે દસ-દસ દુકાનને નિશાન બનાવવાની સાથે મમ્મોર્બીના રવાપર ધુનડા રોડ ઉપર પણ નિશાચરોએ એક સાથે ત્રણ દુકાનોના શટર ઉંચકાવ્યા હતા અને એક ફૂટવેરની દુકાનમાંથી પાંચેક જોડી જોડાની ચોરી કરી હતી પરંતુ ફિટિંગ બરાબર ન આવતા આગળ ફેંકી નસ્ય હતા અને એક દુકાનમાંથી 250-300 રૂપિયાનું પરચુરણ ચોરી ગયા હતા.

જાણવા મળ્યા મુજબ મોરબીમાં ગત રાત્રીના રવાપર ધુનડા રોડ ઉપર તસ્કરોએ એકસાથે ત્રણ દુકાનોના તાળા તોડ્યા હતા જેમાં શિવાલય કોમ્પ્લેક્સમાં આવેલ પૂનમ પાન, જીયા કિરણા સ્ટોર અને પટેલ સૂઝ નામની દુકાનને નિશાન બનાવી હતી. જો કે દુકાનોમાં કઈ હાથ ન લગતા તસ્કરોને ફક્ત રૂપિયા 250 -300ના પરચૂરણથી જ સંતોષ માનવો પડ્યો હતો.

ઉલ્લેખનીય છે કે તસ્કરો પટેલ સૂઝ નામની દુકાનમાંથી પાંચેક જોડી બુટ ઉઠાવી ગયા હતા પરંતુ સવારે દુકાન માલિકને થોડે આગળથી આ બુટ મળી આવતા તસ્કરોને બુટ ફિટિંગ ન આવ્યાનું અનુમાન થી રહ્યું છે, બીજી તરફ આ ચોરીની ઘટનામાં મોટી માલ-મતા ગઈ ન હોય પોલીસ ફરિયાદ નોંધાઈ ન હોવાનું બહાર આવ્યું છે.