ટંકારાના સજનપર ગામે ભાઈબીજે નાટકનુ આયોજન

ટંકારા : ટંકારા તાલુકાના સજનપર ગામે બાપા સીતારામ ગૌ સેવા યુવક મંડળ દ્વારા ગાયોના લાભાર્થે તા.૦૯/૧૧/૨૦૧૮ શુક્રવાર, ભાઈબીજના રોજ રાત્રે ૯:૩૦ કલાકે મહાન ઐતિહાસિક નાટક “સમ્રાટ હર્ષ યાને ગરીબોના બેલી” તેમજ સાથે પેટ પકડીને હસાવતુ હાસ્ય રસિક કોમિક રજુ કરવામા આવશે.

સજનપર ગામે ૬૮ જેટલી નિરાધાર ગાયોનો નિભાવ થાય છે તેનો નિભાવ નો ખર્ચ છેલ્લા ૧૬ વર્ષથી નાટકનો કાર્યક્રમ યોજી લોકફાળા દ્વારા તેમજ ઢોલ -ત્રાંસા વગાડીને કરવામા આવે છે, સજનપર ગામે ગાય માતાજીનુ સમાધિ મંદિર પણ બનાવવામા આવ્યું છે. જેથી સમસ્ત સજનપર ગામ તથા બાપા સીતારામ ગૌ સેવા યુવક મંડળ દ્વારા ધર્મપ્રેમી તથા ગૌ પ્રેમી જનતાને પ્રસિદ્ધ નાટક નિહાળવા પધારવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.