સાચું કે જો કોને કેટલા લીધા છે ? તળાવ કૌભાંડ મામલે હળવદમાં ગુપ્ત મિટિંગ

- text


ધારાસભ્યની ધરપક્ડ બાદ રેલો પુરમાં પરિણમતા ટોચની નેતાગીરી ચિંતિત

હળવદ : મોરબી જિલ્લાના કરોડો રૂપિયાના તળાવ કૌભાંડમાં ધારાસભ્ય સાબરીયાની ધરપકડ બાદ સ્તબ્ધ બનેલ ટોચના નેતાઓ દ્વારા કૌભાંડીયાઓ પાસેથી નાણાં ખંખેરનાર કાર્યકરો અને હોદેદારોને બચાવવા આજે ગુપ્ત બેઠક યોજી હોવાનું અને કોણે કેટલા કટકટાવ્યા છે તે સાચી હકીકત જાણવા પ્રયાસ કર્યો હોવાનું અત્યંત સુમાહિતગાર વર્તુળો જણાવી રહ્યા છે.

મોરબી જિલ્લામાં ચકચારી બનેલા તળાવ કૌભાંડમાં આવ ભાઈ હરખા આપણે બેઉ સરખા જેવી નીતિ વચ્ચે રાજકીય આગેવાનોએ કૌભાંડિયા તત્વો પાસેથી શક્તિ મુજબ નાણાં ખંખેરી લીધા છે ત્યારે હળવદના ધારાસભ્યની ધરપકડ બાદ હવે અન્ય હોદેદારો પણ ઝપટે ચડે તેવા સ્પષ્ટ સંકેતો મળતા ટોચની નેતાગીરી પોતાના મનગમતા અને અગ્રણીઓને બચાવી લેવા મેદાને આવી હોવાની જગજાહેર વાત વચ્ચે આજે હળવદમાં એક અગ્રણી દ્વારા ગુપ્ત બેઠક યોજવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

- text

વધુમાં જાણવા મળ્યા મુજબ હાલમાં તળાવ કૌભાંડમાં નિવૃત ઈજનેર પાસેથી લાંચ રૂપે મસમોટી રકમ પડાવનારાઓનું લિસ્ટ પોલીસ પાસે પણ પહોંચી ગયું હોવાથી કઈ કેટલાય લોકોના તો મોબાઈલ પણ સ્વીચ ઓફ થઇ ગયા છે અને કોઈ કોઈ તો ભૂગર્ભમાં પણ ઉતારી ગયા છે ત્યારે હવે બધું સમુંનમું કરવા આજે નિવૃત ઈજનેર પાસેથી રૂપિયા કટકટાવનારાઓને અગ્રણીનું તાકીદનું તેડું આવતા આ બાબત ટોક ઓફ ટાઉન બની છે અને આ બેઠકમાં કોણ કેટલી રકમનો તોડ કર્યો છે તે કબૂલે છે તે જોવું રહ્યું.

- text