પતિ પત્ની ઓર વો : મોરબીમાં પતિએ પ્રેમિકાની મદદથી પત્નીને ફિનાઈલ પીવડાવ્યું

- text


મકનસરના પ્રેમજીનગરનો બનાવ : પતિ વિરુદ્ધ ગુન્હો દાખલ

મોરબી : મોરબીમાં પતિ પત્ની ઓર વો ના કિસ્સામાં પતિએ પ્રેમિકાની મદદથી પત્નીને ફિનાઈલ પીવડાવી દેતા આ ગંભીર મામલે પોલીસે ગુન્હો દાખલ કર્યો છે.

ઘટર્ના અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી-વાંકાનેર હાઇવે ઉપર મકનસરના પ્રેમજીનગર વિસ્તારમાં કોકીલાબેન જયેશ શેખવા ઉ.28 નામની પરણીતાને ફિનાઇલ પીવડાવી દેવાતા તેણીને સારવારમાં લઇ જવામાં આવી હતી. સરવાર બાદ કોકીલાબેન શેખવાએ મોરબી તાલુકા પોલીસ મથકે પોતાના પતિ જયેશ વેલજી શેખવા અને અને તેની પ્રેમિકા રેખાબેન સંજયભાઇ વિરૂઘ્ધ ગુનો નોંધાવ્યો હતો.

- text

કોકીલાબેને પોલીસને જણાવ્યા પ્રમાણે તેણીના પતિ જયેશ શેખવાએ રેખાબેન સંજયભાઇની સાથે મળી ત્રાસ ગુજારવા ઉપરાંત નશો કરીને અવાર નવાર માર મારી માવતરેથી વધુ દાગીના લાવવા દબાણ કરી ઢીકાપાટુનો માર માર્યો હોવાનું પણ ફરિયાદમાં જણાવ્યું હતું અને આ ઘટનામાં રેખાબેન સંજયભાઇની મદદથી ચોટલો પકડી કોકીલાબેનને તેના જ પતિ જયેશે ફિનાઇલ પીવડાવી દીધુ હોવાનું ફરિયાદમાં જણાવતા પોલિસે બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંઘી તપાસ શરૂ કરી છે.

- text