મોરબીના બે પોલીસ જવાનો નિવૃત થતા વિદાયમાન અપાયું

મોરબી : મોરબી પોલીસબેડામાં ફરજ બજાવી કાબીલેદાદ કામગીરી કરનાર બે પોલીસ જવાનોને ગઈકાલે જિલ્લા પોલીસવડા કચેરી ખાતે સન્માન સમારોહ યોજી વિદાયમાન આપવામાં આવ્યું હતું.

મોરબી જિલ્લા પોલીસ વિભાગમાં ફરજ બજાવતા ચંદ્રસિંહ દીપસિંહ ઝાલા એ.એસ.આઈ (ખાંડીયા) તથા મહેન્દ્રસિંહ ઝાલા (મોડપર) વયમર્યાદાને કારણે પોલીસ ખાતામાંથી નિવૃત થતા બન્ને પોલીસ જવાનોને વિદાય સમારંભમાં સન્માન પૂર્વક વિદાયમાન આપવામાં આવ્યું હતું.

જિલ્લા પોલીસવડા કચેરીના પ્રાંગણમાં યોજાયેલ વિદાય સમારોહમાં જિલ્લા પોલીસવડા ડો.કરનરાજ વાઘેલા, ડીવાયએસપી પટેલ, પીએસઆઇ ડાંગર સહિતના અધિકારીઓ કર્મચારીઓ હાજર રહ્યા હતા અને જુના કર્મચારીઓનું સન્માન કરીને વિદાય આપવામાં આવી હતી.