મોરબીના નવ હેડ કોન્સ્ટેબલને એ.એસ.આઈ તરીકે પ્રમોશન

- text


મોરબી : મોરબી જિલ્લા પોલીસવડા ડો.કરનરાજ વાઘેલા દ્વારા આજે બિન હથિયારધારી નવ હેડ કોન્સ્ટેબલોને આસિસ્ટન્ટ પોલીસ સબ ઇન્સ્પેકટર તરીકેના પ્રમોશન આપવમાં આવતા પોલીસ પરિવારમાં હરખની હેલી આવી છે.

પોલીસવડા ડો.કરનરાજ વાઘેલા દ્વારા આજે આપવામાં આવેલા પ્રમોશન ઓર્ડરમાં મોરબી સીટી એ ડિવિઝનના પ્રદીપકુમાર નથુભાઈ ગોહિલ, મહિલા પોલીસ સ્ટેશનના ભાનુભાઈ પરબતભાઈ ડાંગર, મોરબી સીટી એ ડિવિઝનના મણીલાલ રામજીભાઇ ગામેતી, મોરબી તાલુકાના મુકુંદરાય પ્રેમશંકર જોશી, મામદભાઇ માકલેટભાઇ સીદી, અશોકભાઈ પિતામ્બરભાઈ દેત્રોજા, રાવતભાઇ આપાભાઇ લોખીલ, વાંકાનેર તાલુકાના વશરામભાઇ દેવાયતભાઇ મેતા, અને પ્રતિ નિયુક્તિ એસીબીના વિનોદકુમાર દેશાભાઇ વિરડાને એ.એસ.આઈ તરીકે બઢતી આપવામાં આવી હતી.

- text

- text