આમાં નગર પાલિકા શું કરે ? નહેરુ ગેટ યુરિનલની દશા બગાડી નાખતા ટીખળખોરો

નગરપાલિકાએ લાખો રૂપિયાના ખર્ચે યુરિનલ રીનોવેશન કર્યું અને લોકોએ પાનના પીચકારા મારી દશા બગાડી

મોરબી : મોરબી શહેરમાં મુઠીભર નઠારા તત્વોને કારણે જાહેર સુવિધાઓ છીનવાઈ રહી છે ત્યારે હવે પ્રત્યેક મોરબીવાસીઓએ જાગૃત બની આવા ટીખળખોરોને પકડવા મેદાને ઉતરવું પડશે, થોડા સમય પહેલા જ નગરપાલિકા દ્વારા જાહેર સુવિધા માટે યુરિનલનું રીનોવેશન કર્યું હતું પણ સેન્સલેસ લોકોએ પાનના પિચકારા મારી યુરિનલને ગંદુ કરવાની સાથે પાટીશન પણ ઉખાડી ફેકતા પાલિકા તંત્ર પણ ચિંતિત બન્યું છે.

ઔદ્યોગિક નગરી મોરબી જિલ્લો બન્યા બાદ હવે મહાનગર બનવા જઈ રહ્યો છે છતાં પણ હજુ નાગરિકો પોતાની ફરજ પ્રત્યે જાગૃત બન્યા નથી,

ટ્રાફિક સેન્સ અને સેલ્ફ ડિસિપ્લીનના અભાવ વચ્ચે જાહેર સુવિધાનો સંભાળપૂર્વક ઉપયોગ કરવાને બદલે કેટલાક તત્વો દ્વારા વિશાળ જનહિતની સુવિધાને જાણી જોઈને બગાડી રહ્યા છે આવું જ કંઈક બન્યું છે મોરબીના નહેરૂગેટ ચોકના જાહેર યુરિનલમાં.

મોરબી પલિકા દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ કરી અહીં વર્ષો જુના ગંદા યુરિનલનું રીનોવેશન કરી ચકચકાટ બનાવી નખાયું પરંતુ થોડા સમયમાં જ કેટલાક સેન્સ્લેશ લોકોએ અહીં પાનની પિચકારીઓ મારવાની સાથે સાથે યુરીનલ વચ્ચે મુકવામાં આવેલ માર્બલના પાટિશન પણ ઉખાડી ફેંક્યા,અને કેટલાક તત્વો તો યુરિનલના પિત્તળના વાલ્વ પણ કાઢી ગયા છે. આ સંજોગોમાં સવાલ એ ઉઠે છે કે મોરબીના શહેરીજનોની સુવિધાનું નિકંદન કાઢવું યોગ છે ખરું ? શું નાગરિકોની ફરજ નથી કે આવી જાહેર સુવિધાઓનો સંયમપૂર્વક ઉપયોગ થાય ?

દરમિયાન મોરબી પાલિકાના ચીફ ઓફિસર ગીરીશભાઈ સરિયાં પણ યુરિનલની આ અવદશાથી ચિંતિત બની મોરબીના નગરજનોને વિશાળ જનહિતમાં બનેલી સુવિધાને જાળવણી કરવા અપીલ કરી આવા કૃત્ય માટે જવાબદાર કોણ ? એવો સવાલ કર્યો હતો.