મોરબીના રવાપરમાં માતાજીના મંદિરના લાભાર્થે ફટાકડાના સ્ટોલ

- text


 

ફટાકડા સ્ટોલમાં થયેલ નફાની રકમ માતાજીના મંદિરના વિકાસ કામ માટે ખર્ચાશે

મોરબી : મોરબીના રવાપરમાં માતાજીના મંદિરના લાભાર્થે ફટાકડાના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. આ સ્ટોલ ૩૦ લોકોના ગ્રુપ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી નાખવામાં આવે છે. જેમાંથી થયેલા નફાને માતાજીના મંદિરના વિકાસ કામ માટે ખર્ચવામાં આવનાર છે.

મોરબીમાં રવાપર રોડ પર ગોકુલ પાન અને પટેલ બેકરીની બાજુમાં તેમજ રવાપર ગામે બોની પાર્કમા દિવાળી પર્વને ધ્યાને લઈને ફટાકડાના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. દિવાળી નજીક આવતા ઠેક ઠેકાણે ફટાકડાના સ્ટોલ ખોલવામાં આવે છે. જે સામાન્ય વાત છે. પરંતુ આ સ્ટોલ ખાસ છે. કારણકે આ સ્ટોલ કોઈ પૈસા કમાવવાની દ્રષ્ટિએ ખોલવામાં આવ્યા નથી. ૩૦ સેવાભાવી લોકોના ગ્રુપ દ્વારા આ સ્ટોલનું સંચાલન કરવામાં આવે છે. આ સ્ટોલ છેલ્લા ૫ વર્ષથી નાખવામાં આવે છે. આ સ્ટોલની વિશેષ વાત એ છે કે આ સ્ટોલમાંથી થયેલ નફો બહુચર માતાજીના મંદિરના વિકાસ કામ માટે ખર્ચવામાં આવે છે. દર વર્ષે સ્ટોલમાંથી લોકો ભાવભેર ફટાકડા ખરીદીને માતાજીના મંદિરના વિકાસ કામમાં મદદરૂપ થાય છે.

- text

સ્ટોલનું સંચાલન કરતા ગ્રુપે જણાવ્યું કે ગત વર્ષે રૂ. ૧૨ લાખના ફટાકડાનું વેચાણ થયું હતું. જેમાથી થયેલા નફો માતાજીના મંદિરના વિકાસમાં ઉપયોગમાં લેવામાં આવી છે. રવાપરમા આવેલ બહુચર માતાજીના મંદિરે વાર તહેવારે મોટી સંખ્યામાં દર્શનાર્થે આવે છે. ત્યારે મંદિરનું પરિસર ટૂંકું પડે છે. જેથી પરિસર મોટું કરવા માટે અન્ય લોકો પાસે દાન માંગવાની બદલે આ પ્રવૃત્તિ કરાઈ છે.

- text