વિરપર નજીક બાઇક ચાલકે હડફેટ લેતા વૃધ્ધાનું મોત

ટંકારા : રાજકોટ મોરબી હાઇવે ઉપર વિરપર ગામ પાસે એરા કારખાના સામે મોટર સાયકલ ચાલકે વૃધ્ધાને હડફેટ લેતા ગંભીર ઇજાઓ થતા વૃધ્ધાનું મૃત્યુ નીપજ્યું હતું.

જાણવા મળ્યા મુજબ રાજકોટ મોરબી હાઇવે ઉપર વિરપર ગામ પાસે એરા કારખાના સામે મોટર સાયકલ નંબર GJ -03-KL-1471 વાળાએ ફુલ સ્પીડમા અને બેદરકારી થી મનુષ્યની જીંદગી જોખમાય તે રીતે મોટરસાયકલ ચલાવી કંકુબેન ઉ.વ. ૬૨ રહે. વિરપર વાળાને હડફેટે લઇ એકસીડન્ટ કરી બંને પગમા તથા હાથમાં તથા માંથામા તથા શરીરે ગંભીર ઇજા પહોચાડી મોત નિપજાવી નાશી જતા આ બાબતે તેમના પુત્ર પ્રવિણભાઇ પોપટભાઇ ઉઘરેજા, ઉ.વ.-૪૬ ધંધો- મજુરી રહે. વિરપર તા.ટંકારાવાળાએ મોટર સાયકલ ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.