ઇન્ડોનેશીયામાં ધૂમ મચાવતી મોરબીની સિરામિક પ્રોડકટ

મેક્સિકો બાદ ઇન્ડોનેશિયામાં પણ ભારતની બોલબાલા

મોરબી : મેક્સિકોમાં ધૂમ માચાવ્યા બાદ મોરબી સિરામીક ઉધોગકારો દ્વારા પોતાની સિરામીક પ્રોડકટનુ એક્ઝિબિશન ઇન્ડોનેશિયા ખાતે યોજવામાં આવ્યું છે જ્યાં ડીસ્પલે નિહાળી ઇન્ડોનેશિયાના ઉપભોક્તાઓ આફરીન પોકારી ઉઠ્યા હોવાનું જાણવા મળ્યું છે.

મોરબીના સિરામીક ઉધોગકારો જાણે વિશ્વભરમા પોતાની પ્રોડકટ પહોચાડવા માટે કટીબધ્ધ હોય તેમ વિશ્વના દરેક ખુણે થતા એકઝીબિશનમા સ્ટોલ રાખી પોતાની આગવી ઓળખ ઉભી કરી રહ્યા છે જેમાં તાજેતરમાં મેક્સિકો બાદ હવે ઇન્ડોનેશિયામાં પણ મેક ઇન ઇન્ડિયા પ્રોડકટ રજૂ કરી સૌના મન મોહી લીધા હતા.

આગામી સમયમા ચાયનાને પણ પાછળ રાખી દેવાની તાકાત ધરાવતા મોરબીના સિરામિક ઉધોગકારો સમુહમા પોતાની પ્રોડકટનુ ડીસ્પલે કરે છે ત્યારે ભારતના બીજા ઉધોગો એ પણ મોરબી ના સિરામીક ઉધોગમા થી શિખવુ પડે તેમ હોવાનુ મોરબી સિરામિક એસોશિએશનના આગેવાનોએ જણાવ્યું હતું.