ઘરેલુ હિંસા કેસમાં પતિ વિરુદ્ધના પરણીતાંના આક્ષેપો ફગાવતી ટંકારા કોર્ટ

પ્રોફેસર પતિ વિરુદ્ધ લજાઈની પરિણીતાએ ચારિત્ર્ય સહિતના આરોપો લગાવતા કાનૂની લડતમાં આરોપ ફગાવાયા

ટંકારા : ટંકારા તાલુકાના લજાઈ ગામે માતા – પિતા સાથે રહેતી પરિણીતાએ પ્રોફેસર પતિ વિરુદ્ધ ટંકારા કોર્ટમાં દાખલ કરેલ ઘરેલુ હિંસા અને ચારિત્ર્ય અંગેના ગંભીર આરોપો અંગેના કેસમાં બચાવપક્ષના વકીલ ચિરાગ ડી.કારિયાની ધારદાર દલીલો ધ્યાને લઇ પરિણીતાના આરોપોને ફગાવી દઈ ગંભીર આરોપ પુરવાર કરવામાં નિષ્ફળ ગયેલ ફરિયાદ પક્ષની અરજીને નકારી કાઢી હતી.

આ કેસની વિગતો જૉ તો ટંકારા તાલુકાના લજાઈ ગામે રહેતા સોનાબેન ઉર્ફે જાનવીબેન પંકજભાઈ રાવલે પોતાના પતિ પંકજભાઈ સુરેન્દ્રભાઇ રાવલ તથા સાસુ, સસરા, નણંદ, નણદોયા સહીત સાત વિરુદ્ધ ટંકારા કોર્ટમાં ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટની કલમ 12, 17, 18.19, 20, 22 અને 23 મુજબ કેસ કર્યો હતો જેમાં પ્રોફેસર પતિ વિરુદ્ધ લગ્નબાહ્ય સંબંધો રાખવા અને સાસુ-સસરા, નણંદ, નણદોયા વિરુદ્ધ કામકાજ બાબતે શારીરિક માનસિક ત્રાસ આપવા અંગે દાદ માંગવામાં આવી હતી.

આ કેસમાં પરિણીતાના પતિ પંકજભાઈ સુરેન્દ્રભાઇ રાવલ પક્ષે મોરબીના વિદ્વાન વકીલ ચિરાગભાઈ ડી.કારિયા રોકાયા હતા અને ફરિયાદ પક્ષ દ્વારા લગાવવામાં આવેલ આરોપોનું ખંડન કરી પ્રોફેસર દરજ્જાની વ્યક્તિ ઉપર પરણિતા દ્વારા લગાવાયેલ લગ્નબાહ્ય સંબંધો મામલે લાંબી દલીલ કરી જુદી જુદી અદાલત દ્વારા આપવામાં આવેલા ચુકાદા રજૂ કરી ફરિયાદ પક્ષના ખોટા આરોપોનું ખંડન કર્યું હતું સાથે સાથે ફરિયાદ પક્ષ પણ પવિત્ર લગ્નજીવનને લાંછન લાગે તેવા આરોપ સાબિત કરવામાં નિષ્ફળ જતા ટંકારા કોર્ટના જજ યાદવ સાહેબે પરિણીતાની ઘરેલુ હિંસા અંગેની અરજી ફગાવી દીધી હતી.