તળાવ કૌભાંડિયા ૪૬ મંડળીના હોદેદારોની આગોતરા જામીન અરજી નકારતી હાઇકોર્ટ

- text


પોલીસ હવે સરકારી નાણાં હજમ કરનાર કૌભાંડિયાઓની દિવાળી બગાડશે

મોરબી : કરોડોના તળાવ કૌભાંડમાં ધરપકડથી બચવા ૫૦ જેટલી મંડળીઓના હોદેદારોની આગોતરા જામીન અરજી કરવામાં મોરબી કોર્ટ બાદ આજે હાઇકોર્ટે પણ ૪૬ ફગાવી દેતા પોલીસને ધરપકડનો માર્ગ મોકળો બન્યો છે અને હવે પોલીસ અનેકની દિવાળી બગાડવા એક્શનમાં આવી હોવાનું જાણવા મળ્યું છે

મળતી વિગતો મુજબ નાની સિંચાઈ યોજનાના તળાવ કૌભાંડમાં કામ રાખનાર મંડળીના હોદ્દેદારોએ પણ સરકારી નાણાં હજમ કર્યા હોવાથી ૫૦ જેટલી મંડળીના હોદ્દેદારોની સંડોવણી બહાર આવતા તમામ કૌભાંડિયાઓએ મોરબી સેસન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી પરંતુ મોરબી કોર્ટ દ્વારા તમામની આગોતરા જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી.

- text

બીજી તરફ મોરબી કોર્ટ બાદ ૪૬ મંડળીના હોદેદારો દ્વારા હાઇકોર્ટમાં આગોતરા જામીન મેળવવા અરજી કરી હતી
જેની આજે સુનાવણી હાથ ધરાતા હાઇકોર્ટ દ્વારા ૪૬ ઈસમોની આગોતરા જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી જેને પગલે હવે પોલીસને બાકીના આરોપીઓની ધરપકડનો માર્ગ મોકળો થતા દિવાળીમાં દોડતી રહી પોલીસ અનેક કૌભાંડિયાની દિવાળી બગાડે તેમ હોવાનું મનાઈ રહ્યું છે.

- text