સરદાર પટેલ જન્મ જયંતિ અવસરે મોરબી જિલ્લા પોલીસની માર્ચપાસ્ટ

બેન્ડવાજા સાથે પોલીસ જવાનોએ નવા બસસ્ટેન્ડથી શરૂ થઈ મુખ્યમાર્ગો ઉપર ફરી

મોરબી : અખંડ ભારતના શિલ્પી સ્વ.સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતીના અવસરે આજે મોરબી જિલ્લા પોલીસ દ્વારા માર્ચ પાસ્ટ યોજવામાં આવી હતી જેમાં પોલીસ જવાનો અને હોમગાર્ડન જવાનોએ શિસ્તબદ્ધ રીતે લય તાલમાં પરેડ કરતા લોકો અચ્મ્બિત બની નિહાળતા રહ્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જિલ્લા પોલીસ દ્વારા આજે લોખંડી પુરુષ સ્વ.સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતીના અવસરે આજે મોરબી જિલ્લા પોલીસ દ્વારા માર્ચ પાસ્ટ યોજવામાં આવી હતી, મોરબી નવા બસસ્ટેન્ડથી શરૂ થયેલ આ માર્ચ પાસ્ટમાં પોલીસ જવાનો અને હોમગાર્ડન જવાનોએ બેન્ડવાજાની સુરાવલીઓ ઉપર કદમતાલ મિલાવ્યા હતા.