હોસ્પિટલના બિછાને પડેલા હળવદ પાસ કન્વીનરની મુલાકાતે દોડી આવતા એસપીજી સુપ્રીમો લાલજી પટેલ

પાટીદાર યુવકના ખબર અંતર પૂછી લાલજીભાઈ પટેલે આર્થિક મદદ કરી સાંત્વના પાઠવી

મોરબી : પાસના ગાઢ સમાન મોરબી જિલ્લામાં હાર્દિક પટેલના કાર્યક્રમ પૂર્વે અકસ્માતમાં ઈજાગ્રસ્ત બનેલા હળવદના પાસ કન્વીનર રાજ સંઘાણીના ખબર અંતર પૂછવા એસપીજી સુપ્રીમો મોરબી હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને આર્થિક મદદ કરી સાંત્વના પાઠવી હતી.

જાણવા મળ્યા મુજબ મોરબીના બગથળા ગામે ગાંધી જયંતીના અવસરે હાર્દિક પટેલના પ્રતીક ઉપવાસ કાર્યક્રમના આયોજનની મિટિંગ પતાવી જઈ રહેલા હળવદના ઘનશ્યામગઢ ગામના સોશિયલ મીડિયા પાસ કન્વીનર રાજ સંઘાણીને અકસ્માત નડતા હાલ મોરબી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે ત્યારે ગઈકાલે રાત્રે સરદાર પટેલ ગ્રુપ એટલે કે એસપીજી સુપ્રીમો લાલજી પટેલ પાટીદાર યુવાનના ખબર અંતર પૂછવા હોસ્પિટલે દોડી ગયા હતા અને સાંત્વના પાઠવી આર્થિક મદદ પણ કરી હતી.

ઉલ્લેખનીય છે કે ગઈકાલે એસપીજી સુપ્રીમો લાલજીભાઈ પટેલ સાથે બનાસકાંઠા અને મોરબી એસપીજીની ટિમ પણ સાથે રહી હતી અને રાજ સંઘાણી પાસ કાર્યકર હોવા છતાં એસપીજીએ આપસી ભેદભાવ ભૂલી પાટીદાર યુવાનને મદદ અને સાંત્વના આપવા દોડી આવતા આ ઘટનાથી પાટીદાર સમાજમાં એકતાનો સંદેશો ગયો છે.