મોરબીમાં સ્વાઈન ફલૂ એ વધુ એકનો ભોગ લીધો

મોરબી : સમગ્ર સૌરાષ્ટ્રમાં સ્વાઈન ફ્લુનો કહેર યથાવત છે ત્યારે 14 દિવસ પૂર્વે સ્વાઈન ફલૂ પોઝિટિવ આવતા સારવાર માટે રાજકોટ દાખલ કરવામાં આવેલ મોરબીના આધેડે આજે દમ તોડી દેતા મોરબી જિલ્લમાં સ્વાઈન ફ્લૂને કારણે મૃત્યુઆંક ચાર થયો છે.

પ્રાપ્ત વગતો મુજબ ગત તારીખ 18 ઓક્ટોબરના રોજ મોરબીના મહાવીર નગરમાં ઉમિયાધામ ખાતે રહેતા ૫૦ વર્ષના આધેડને સ્વાઇન ફલૂ પોઝિટિવ આવતા રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન આજે વહેલી સવારે તેઓએ દમ તોડી દેતા મોરબી જિલ્લામાં ચાલુ સીઝનમાં સ્વાઈન ફ્લૂની બીમારીને કારણે મૃત્યુ થવાનો ચોથો કેસ નોંધાયો છે.