જન્મદિવસે નેત્રદાનનો સંકલ્પ કરતી મોરબીની સીમા ડાભી

- text


મોરબી : મોરબીના વજેપરમા રહેતી વીસ વર્ષીય વિદ્યાર્થીની સીમા ડાભીએ આજે પોતાનો જન્મદિવસ અલગ અંદાજમાં ઉજવી નેત્રદાનનો સંકલ્પ કર્યો હતો સાથે સાથે શોભેશ્વર રોડ સ્થિત વિકાસ વિદ્યાલયના બાળકોને નાસ્તાની ભેટ આપી સીમા ડાભીએ નાની ઉંમરે મોટો સંદેશો સમાજને આપ્યો છે, હાલમાં સીમા ઈંગ્લીશ મીડિયમમાં બી.કોમનો અભ્યાસ પૂર્ણ કરી એમ.કોમ ની એક્ઝામની તૈયારી કરી રહી છે ત્યારે સીમાની જેમાં જ અન્ય લોકો પણ નેત્રદાન મહાદાનનો સંકલ્પ કરે તો કઈ કેટલાય લોકોની જિંદગીમાં અજવાળું પાથરી શકાય !!!

- text

- text