મોરબી : નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનને માય એફએમનો પ્રતિષ્ઠા ભર્યો એક્સલન્સ ઇન ઇનોવેટિવ એજ્યુકેશન એવોર્ડ મળ્યો

- text


સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં ઇનોવેટિવ શિક્ષણક્ષેત્રે આગવું પ્રદાન કરવા બદલ મોરબીના નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના સુપ્રીમો પી.ડી.કાંજીયાને 94.3 માય એફએમ રેડિયો દ્વારા એક્સલન્સ ઇન ઇનોવેટિવ એજ્યુકેશન એવોર્ડ આપવામાં આવ્યો : રાજકોટ ખીરસરા પેલેસ ખાતે એવોર્ડ સેરમનીમાં કેન્દ્રીય કૃષિમંત્રી પરસોત્તમ રૂપાળાંના હસ્તે એવોર્ડ અપાયો

મોરબી : સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં ઇનોવેટિવ શિક્ષણક્ષેત્રે આગવું પ્રદાન કરનાર મોરબીના અગ્રણી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના સુપ્રીમો પી.ડી.કાંજીયાને 94.3 માય એફએમ દ્વારા એક્સલન્સ ઇન ઇનોવેટિવ એજ્યુકેશન એવોર્ડ આપવામાં આવ્યો હતો, આ તકે કેન્દ્રીય કૃષિમંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલા દ્વારા રાજકોટ નજીક ખીરસરા પેલેસ હેરિટેજ હોટલ ખાતે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના સુપ્રીમો પી.ડી.કાંજીયા, તેમના પત્ની રંજનબેન કાંજીયા અને નવયુગ ગ્રુપના સહભાગી બળદેવભાઈ સરસાવાડીયાની ઉપસ્થિતિમાં એવોર્ડ એનાયત કરી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

94.3 માય એફએમ દ્વારા સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં વિવિધ કેટેગરીમાં એન્ટરપ્રિન્યોર એન્ડ એક્સીલન્સી એવોર્ડ સૌરાષ્ટ્ર કચ્છ – 2018 જાહેર કરી કેન્દ્રીય કૃષિમંત્રી પુરુષોત્તમભાઈ રૂપલાના હસ્તે જુદી જુદી કેટેગરીના વિનર્સને એવોર્ડ આપવામાં આવ્યા હતા.

દરમિયાન માય એફએમ રેડિયોની એક્સલન્સ ઇન ઇનોવેટિવ એજ્યુકેશન કેટેગરીમાં મોરબીના નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનને શિક્ષણક્ષેત્રે સમગ્ર સૌરાષ્ટ્ર – કચ્છમાં બધાથી અલગ જરા હટકે શિક્ષણ વ્યવસ્થા ચલાવી નાનામાં નાના બાળકથી લઈ કોલેજના વિદ્યાર્થીઓ અને પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટુડન્ટસ માટે સર્વગ્રાહી શિક્ષણ આપવા બદલ ધ એક્સલન્સ ઇન ઇનોવેટિવ એજ્યુકેશન એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી હતી.

રાજકોટ ખીરસરા પેલેસ હેરિટેજ હોટેલ ખાતે યોજાયેલ એવોર્ડ સેરેમનીમાં કેન્દ્રીય કૃષિમંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલાના હસ્તે નવયુગ ગ્રુપ ઓફ કોલેજના સુપ્રીમો પી.ડી.કાંજીયાને તેમના ધર્મપત્ની રંજનબેન કાંજીયા અને નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પાર્ટનર બળદેવભાઈ સરસાવાડિયાની હાજરીમાં ધ એક્સલન્સ ઇન ઇનોવેટિવ એજ્યુકેશન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

- text

ઉલ્લેખનીય છે કે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા મોરબીમાં પ્લે હાઉસથી લઈ પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીના અભ્યાસક્રમો ચલાવવા ઉપરાંત તમામ શાળા કોલેજના સ્ટુડન્ટસ માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીથી શરૂ કરી સીએ, સીએસ કોચિંગ, ફેશન ડિઝાઇનિંગ, આર્કિટેક્ચર એન્ડ ઇન્ટિરિયર ડિઝાઇનિંગ, સ્પોકન ઈંગ્લીશ, એકાઉંટિંગ અને સિરામિક સિટીને ધ્યાને લઇ સિરામિક ડિઝાઇનિંગ માટેની ખાસ અલાયદી એકેડમી પણ ચલાવવામાં આવી રહી છે.

એજ્યુકેશન હબ ગણાતા સમગ્ર સૌરાષ્ટ્રમાંથી મોરબીના નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનને માય એફએમ દ્વારા ધ એક્સલન્સ ઇન ઇનોવેટિવ એજ્યુકેશન એવોર્ડ માટે પસંદગી થવા પાછળ ઘણા પરિબળો રહેલા છે જેમાં સૌથી અગત્યની બાબત તો એ છે કે નવયુગ એજ્યુકેશન ગ્રુપ દ્વારા બાળકોના સર્વાંગી વિકાસ અને વિદ્યાર્થીઓના ઇન્ટરેસ્ટ મુજબની શિક્ષણ પદ્ધતિ અખત્યાર કરી સંચાલકો દ્વારા સતત સંશોધનો કરી એજ્યુકેશન સિસ્ટમમાં આમૂલ પરિવર્તન લાવવા પ્રયત્નો કરવામાં આવે છે જે તમામ પાસાઓ ધ્યાને લઇ આ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી હતી. મોરબીના નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન આ સાથે આ આવોર્ડ સેરેમનીમાં 94.3 માય એફએમ દ્વારા સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં વિવિધ કેટેગરીમાં સૌરાષ્ટ્ર કચ્છની પ્રતિષ્ઠિત કંપનીઓ બાલાજી વેફર્સ, હાઈબોન્ડ સિમેન્ટ, સિમ્પોલો સીરામીક સહીત અનેક નામી કંપનીઓએ એન્ટરપ્રિન્યોર એન્ડ એક્સીલન્સી એવોર્ડ મેળવ્યા હતા.

આમ, મોરબીના નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનને માય એફએમનો પ્રતિષ્ઠા ભર્યો ધ એક્સલન્સ ઇન ઇનોવેટિવ એજ્યુકેશન એવોર્ડ મળતા નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનને ચોમેરથી અભિનંદન વર્ષા થવાની સાથે શુભકામનાઓ વરસી રહી છે અને સમગ્ર મોરબી શહેર અને જિલ્લાના ગૌરવમાં વધારો થયો છે.

- text