મોરબીના લાતીપ્લોટમાં બે બળિયા જૂથ વચ્ચે અથડામણ

- text


લાતીપ્લોટ શેરી નંબર – ૮ ના ખુણે તલવાર, ધોકા અને બોટલોના છુટા ઘા : એસપી, ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે

મોરબી : મોરબી શહેરમાં દિવાળીના તહેવાર ટાંકણે જ અયોધ્યાપુરી રોડ નજીક રાત્રીના ૧૧.૩૦ ના અરસામાં બે બાળુકા જુથ વચ્ચે અથડામણ થતા ઘમાસાણ મચી ગઇ હતી અને લાકડી, પાઇપ, ધોકા, બોટલો અને પથ્થરના સામ – સામે છુટા ઘા થતા આ વિસ્તારમાં સન્નાટો વ્યાપી ગયો હતો. જો કે, ઘટનાની જાણ થતા તુરત જ એસપી, ડીવાયએસપી સહિત એ ડિવિઝન પોલીસ કાફલો પહોંચી જતા તોફાનીઓમાં નાસભાગ મચી ગઇ હતી.

- text

ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના અયોધ્યાપુરી રોડ નજીક લાતીપ્લોટ શેરી નંબર ૮ ના ખૂણા પાસે એક જ ધંધાના બે હરીફ જૂથોને કોઈ બાબતે માથાકૂટ થતા જોત જોતામાં આ માથાકૂટ વરવું રૂપ ધારણ કરી લીધું હતું અને બન્ને પક્ષે ટોળા એકત્રિત થવા લાગતા પળવારમાં તો ધોકા, પાઇપ, લાકડી, પથ્થરમારો અને બોટલોમાં છુટા ઘા થયા હતા, દરમિયાન આ બાબતની જાણ થતાં એસપી ડો.કરનરાજ વાઘેલા, ડીવાયએસપી બન્નો જોશી અને એ ડિવિઝન સ્ટાફ ઘટના સ્થળે દોડી આવતા તોફાનીઓ નાસી છૂટ્યા હતા.

બીજી તરફ જૂથ અથડામણની ઘટનાને પગલે હાલમાં લાતીપ્લોટ, મચ્છીપીઠ, અયોધ્યાપુરી રોડ ઉપર ચાંપતો પોલીસ બંદોબત ગોઠવી દીધો છે અને ડીવાયએસપી દ્વારા લાતીપ્લોટ અને મચ્છીપીઠ વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરી શકમંદોના ઘરે ઘરે તપાસ કરવા આવી હતી અને શકમંદોની અટકાયત પણ કરવામાં આવી હોવાના  અહેવાલ સાંપડી રહયા છે.

- text