પૂજ્ય જલારામ બાપાની જન્મ જયંતિએ રજા જાહેર કરવા મુખ્યમંત્રીને રજુઆત

- text


જલારામ મંડળ સેવા ટ્રસ્ટ દ્વારા પૂ.બાપાની ૨૧૯મી જન્મજયંતિએ જાહેર રજા રાખવા માંગ

મોરબી : સંત શિરોમણી પૂ. જલારામ બાપાની ૨૧૯મી જન્મજયંતિના પાવન અવસરે રજા જાહેર કરવા જલારામ સેવા મંડળ ટ્રસ્ટ મોરબી દ્વારા રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને રજુઆત કરવામાં આવી છે.

જલારામ સેવા મંડળ ટ્રસ્ટના મહામંત્રી ચિરાગ રાચ્છ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી રૂપાણીને લેખિત રજુઆત કરી જણાવ્યું છે કે, ગુજરાતની પવિત્ર ધરતી પર અનેક મહાપુરુષો એ અવતાર ધારણ કર્યો છે તેમજ અનેક સંતો મહંતો એ જન્મ ધારણ કરી ગુજરાતની ધરતીને પાવન બનાવી છે. તેમાના એક સંત છે પૂજ્ય જલારામ બાપા, દેશ વિદેશના દરેક ધર્મ તેમજ સંપ્રદાયના લોકોની આસ્થા વિરપુરના જોગી પૂ.જલારામ બાપા સાથે જોડાયેલ છે. કારતક સુદ સાતમ તા.૧૪-૧૧-૨૦૧૮ બુધવાર ના રોજ પૂ. જલારામ બાપા ની ૨૧૯ મી જન્મ જયંતિ હોય તે દીવસે રજા જાહેર કરવા વિનંતી કરવામાં આવી છે.

વધુમાં સમગ્ર વિશ્વમા વિરપુર જલારામ બાપાનુ એક જ મંદીર એવુ છે જ્યા વર્ષોથી કોઈ ભેટ કે રકમ સ્વીકારવામા આવતી નથી છતા વર્ષો થી અવિરત પણે સદાવ્રત ચાલુ છે જેમા અસંખ્ય ભક્તજનો પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવે છે. દરેક ધર્મ દરેક સંપ્રદાયના લોકો પૂ. જલારામ બાપામા શ્રધ્ધા ધરાવે છે. પૂ. જલારામ બાપાના દર્શને લાખો ભક્તજનો પ્રતિવર્ષ આવે છે. પૂ. બાપાના પરચા પણ જગજાહેર છે.

- text

દેશ વિદેશ મા તેમની ખ્યાતિ છે. માટે શાક્ષાત ઈશ્વર ના અવતાર સમા પૂ. જલારામ બાપા ની જન્મ જયંતિ કારતક સુદ સાતમ ના રોજ સરકાર શ્રી દ્વારા જાહેર રજા જાહેર કરવા મા આવે તેવી અમારી લાગણી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આજ થી ૧૯ વર્ષ પહેલા અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના ના સ્થાપક આદરણીય સ્વ. રસિક લાલ અનડકટ દ્વારા પૂ. બાપા ની ૨૦૦ મી જન્મ જયંતિ નિમિતે રજા જાહેર કરવા તત્કાલીન સરકાર ને રજુઆત કરવામા આવી હતી જે માંગણી સરકાર દ્વારા સ્વીકારવા મા આવેલ અને રજા જાહેર કરવામા આવેલ હતી. પૂ. જલારામ બાપા મા દરેક સંપ્રદાયના લોકો આસ્થા ધરાવે છે. પ્રતિ વર્ષ લાખો ભક્તજનો દેશભરમાંથી પગપાળા બાપાના દર્શને આવે છે. આ પત્ર દ્વારા આપને વિનંતી છે કે જે કાર્ય સરકાર દ્વારા આજ થી ૧૯ વર્ષ પહેલા કરવા મા આવ્યુ તે આપના નેતૃત્વ વાળી સરકાર મા પૂન: થાય તેવી માંગણી ઉઠાવવામાં આવી હતી.

- text