ટંકારાના હડમતીયામા ભાયુ ભાગની જમીન હડપ કરનાર ત્રણની ધરપકડ

- text


 

ટંકારા : ટંકારા તાલુકાના હડમતીયા ગામે જમીનના ખોટા આંબો કરાવીને સગા ભાઈની જમીન બારોબાર વેચી નાખી હોવાની રાવ ટંકારા પોલીસ સ્ટેશનમાં નોંધાતા ટંકારા ફોજદારે ત્રણને હિરાસત મા લઈ તપાસ હાથ ધરી

બનાવ અંગે મળતી માહિતી પ્રમાણે હડમતીયા ગામના વતની અને હાલ મોરબી સરદાર પટેલ સોસાયટીમાં રહેતા મનસુખ દેવકરણભાઈ કામરીયા (ઉ.૫૧) એ ટંકારા પોલીસ મથકે તેના ભાઈ કરમશીભાઈ સહીત ના ત્રણ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી જેમા ફરિયાદી મનસુખભાઈ વારસદાર હોવાનુ જાણવા છતાં હડમતીયા(પા) ગ્રામ પંચાયતમાં તા.૦૧-૦૪-૨૦૦૦ થી ૦૧-૦૧-૨૦૦૮ દરમિયાન જે તે વખતના તલાટી મંત્રી પાસે આરોપી હંસરાજભાઈ પ્રેમજીભાઈ, જીણાભાઈ ભગુભાઈ અને ગંગારામભાઈ દેવજીભાઈના એ રૂબરૂ કુટુંબનો ખોટો આંબો બનાવી તે આંબામાં આરોપી કરમશીભાઈના માતા અમૃતબહેન મરણ ગયેલ છે તેવી દર્શાવી તેમજ ફરી મનસુખભાઈના માતા જબુબહેન જીવિત હોવા છતાં વારસાઈમાં તેમનું નામ નહિ બતાવી આંબો ખોટો હોવાનું જાણવા છતાં તેનો ખરા તરીકે ઉપયોગ કરી ફરી મનસુખભાઈ સાથે વિશ્વાસધાત કરી ફરી મનસુખભાઈના બાપુજી દેવકરણભાઈ શામજીભાઈ કામરીયાની હડમતીયા(પા) ગામે સર્વે નં-૩૯૯ પૈકીંની (બે) એકર ૨૨ ગુંઠા જમીન આરોપી કરમશીભાઈના એ વારસાઈ નોંધ કરાવી ફરી મનસુખભાઈને જાણકર્યા વગર ઉપરોકત જમીન બારોબાર વેચાણ દસ્તાવેજ કરી વેચી નાખી મદદગારી કરી ગુન્હો કર્યા હોવાની ફરિયાદ મનસુખભાઈએ ટંકારા પોલીસ મથકમાં નોંધાવી છે

- text

જેને પગલે ટંકારા ફોજદાર એમ. ડી. ચૌધરી એ ગુનો નોંધી ત્રણ ની અટક કરી લીધી છે જેને આવતી આજે કોટ મા રજુ કરી રિમાન્ડ માંગવા તજવીજ હાથ ધારવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.

- text